• બુધવાર, 01 એપ્રિલ, 2026

ગાંધીધામમાં ઉમંગે ઊજવાઈ મહાવીર જયંતી

ગાંધીધામ, તા. 31 : કચ્છનાં આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે  મહાવીર જયંતીની વિવિધ ધાર્મિક કાર્યક્રમનોનાં આયોજન સાથે ઉમંગભેર  ઉજવણી કરવામાં અવી હતી. પૂર્વસંધ્યાએ પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 2625મી મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત  સવારે બૃહદ ગાંધીધામ જૈન સમાજ દ્વારા દેરાસર ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.  વિવિધ રથ સાથે શોભાયાત્રા  ગુરુદ્વારા રોડભાઈપ્રતાપ સર્કલઝંડાચોક, જવાહર ચોક,   મુખ્ય બજારચાવલાચોકઅગ્રવાલ સમાજશિવાજીપાર્કગાંધી માર્કેટ, જૂના પોલીસ સ્ટેશન રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને   જૈન દેરાસર ખાતે પૂર્ણ થઈ હતી. આ વેળાએ ગાંધીધામના માર્ગો  જય મહાવીરના નાદથી ગુંજી ઊઠયા હતા. શોભાયાત્રા દરમ્યાન  અચલગચ્છ જૈન સંઘ દ્વારા ગાંધી માર્કેટ ખાતે સેવા કેમ્પનું આયોજન કરાયું હતું.  શોભાયાત્રામાં  ઈન્દ્રધ્વજ, બેન્ડપાર્ટી, સુશોભિત ઊંટની ઝાંખી, શ્રીજીનો રથઢોલ શરણાઈ અને કલરફુલ બલૂન શો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.શોભાયાત્રા બાદ  ગુરુ ભગવંતોએ  વીર પ્રભુજીનાં  જીવનચરિત્ર ઉપર પ્રવચન આપ્યું હતું. બપોરે 12  વાગ્યે ઝૂલેલાલ મંદિર હોલ ખાતે ગાંધીધામ વિસ્તારમાં વસવાટ કરતા તમામ જૈન પરિવારો માટે નવકારશીનું  આયોજન કરાયું હતું. રાત્રે મહાવીર સ્વામીની ભક્તિભાવ સાથે જૈનત્વની  અનોખી યાત્રાનું સંગીતકાર અંકીત ત્રિવેદી દ્વારા અમરચંદ સિંઘવી સ્કૂલ ખાતે આયોજન કરાયું હતું. આ વેળાએ ચંપાલાલજી પારખઘ રોહિત શાહ, રાજુભાઈ શાહ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજશ શેઠ, ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખ મહેશ પૂજ, સુરેશ શાહ,મૌલિક શાહ, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ  તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારખકચ્છ જિલ્લા ભાજપના  પ્રભારી ફલજીભાઈ ચૌધરી, શૈલેન્દ્ર જૈન, નિકુંજ ચોપરા, સંદીપ બાગરેચા, સમીર મહેતાવિગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન જૈન નવયુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

Panchang

dd