ગાંધીધામ , તા.
31 : મિડલ ઈસ્ટ માં યુદ્ધની પરિસ્થિતિ
વચ્ચે પોર્ટ દ્વારા કાર્ગો હેન્ડલિંગમાં સતત વૃદ્ધિ જાળવી રાખ્યા બાદ આજે મધરાત્રિએ
દિન દયાળ પોર્ટે દેશભરના મહા બંદરોમાં સર્વાંધિક કાર્ગો હેન્ડલિંગ કરી પુન: પ્રથમ સ્થાન
મેળવ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ પોર્ટ દ્વારા આજે પુન:પ્રાપે ઊર્જાના લોજાસ્ટિક
માં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો ડીપીએ દ્વારા વિન્ડ ટર્બાઇન બ્લેડ માં સૌથી
વધુ કાર વોલ્યુમ હેન્ડલ કરાયું હતું 153 બ્લેક વહન કરતા એક જહાજ ના આગમન સાથે એક સીમાચિન્હ રૂપ સફળતા
પોર્ટ પ્રશાસન દ્વારા મેળવવામાં આવી હતી. ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંગે જણાવ્યું
હતું કે તાજેતરમાં પોર્ટ દ્વારા 158 મિલિયન મેટ્રિક
ટન કાર્ગો હેન્ડલ કરાયો હતો. પુન:પ્રાપ્ય ઉર્જા ના જહાજના હેન્ડલિંગમાં સફળતા સાથે
દિન દયાલ પોર્ટે દેશના તમામ મહાબંદરોમાં નંબર વન નું સ્થાન હાંસલ કર્યું છે.