• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

કચ્છમાં મહત્તમ-લઘુતમ તાપમાન ગગડવાનો વર્તારો

ભુજ, તા. 22 : કચ્છમાં અનુભવાતા ગરમી-ઠંડીના વિષમ વાતાવરણ વચ્ચે છેલ્લા બે-ત્રણ દિવસથી તાપનો પ્રભાવ વધ્યો છે. હવામાન વિભાગે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડા સાથે ગરમીમાંથી થોડી રાહત મળે તેવી આગાહી કરી છે. રાજ્યમાં ભુજ સહિતના 9 શહેરમાં મહત્તમ પારો 35 ડિગ્રીને પાર થયો હતો. ભુજમાં 35.2, કંડલા પોર્ટ અને અંજાર-ગાંધીધામ વિસ્તારમાં 34.4 ડિગ્રી મહત્તમ તાપમાને દિવસે ગરમીની અનુભૂતિ થઇ, તો નલિયામાં 12.5 ડિગ્રી લઘુતમ તાપમાને સવારના ભાગે ઝાકળિયા માહોલમાં ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન વિભાગે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાતોના મતે હોળી સુધી હજુ મિશ્ર વાતાવરણ યથાવત્ રહેશે. એ બાદ ઉનાળો પોતાનો અસલ મિજાજ દેખાડશે. દરમ્યાન પશ્ચિમી વિક્ષોભની અસર સહિતના પરિબળોના કારણે વાતાવરણમાં થોડો પલટો આવે તેમજ વાદળો છવાય તેવી શક્યતા દેખાઇ રહી છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ વાદળોની સામાન્ય આવન-જાવન જોવા મળી હતી. 

Panchang

dd