મુંદરા, તા. 22 : અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના મુદરા
પોર્ટ પર તાજેતરમાં નવનિર્મિત ટકઈઈ ટર્મિનલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ ટર્મિનલ દેશનું પ્રથમ ટકઈઈ (ટયyિ કફલિય ઈાિuમય ઈફrિશયિ) ટર્મિનલ છે અને પોર્ટ એન્જિનીયારિંગનો ઉત્તમ નમૂનો છે. આ ટર્મિનલમાં વિશાળ જહાજોને લાંગરવા માટે અત્યંત
ઊંડો ડ્રાફ્ટ, અદ્યતન મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર
તથા સુવિધાસભર જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેટીથી લગભગ 489 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા
બાડમેર સ્થિત ઇંઙઈક રાજસ્થાન રિફાઇનરી સાથે સીધી જોડાણ સુવિધા ઉપલબ્ધ છે, જે ક્રૂડ તેલના ઝડપી અને કાર્યક્ષમ પરિવહન માટે
મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ટર્મિનલનું લોકાર્પણ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના
વિદેશ વેપાર નિયામક જનરલ લવ અગ્રવાલના હસ્તે રિબિન કાપી અને પરંપરાગત પૂજાવિધિ સાથે
કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંદરા અને
તુણા પોર્ટનાં સી.ઈ.ઓ. સુજલકુમાર શાહ, અભિનવ ગુપ્તા ડીસી- મુંદરા
એસ.એ.ઝેડ, કૃષ્ણકાંત મેહતા એસ.ઓ.કસ્ટમ, મુંદરા અને પોર્ટના સંલગ્ન વિભાગના વડાઓ અને અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
શ્રી અગ્રવાલ પોર્ટના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેની ગુણવત્તા
અને વિશાળ કામગીરીથી પ્રભાવિત થયા હતા અને સરાહના કરી હતી.