મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 16 : નખત્રાણાથી
ભુજ હાઈવે પર વરસાદ બાદ પાણી ભરાવવાના કારણે માર્ગની દશા એટલી બગડી કે અવર-જવર
કરતા લોકોને મુશ્કેલી વેઠવી પડતી હતી. ભુજથી નખત્રાણા 50 કિ.મી.નું
અંતર કાપતા બેથી અઢી કલાકનો સમય થતો હતો. નારાયણ સરોવર, માતાના મઢ, હાજીપીર જતા યાત્રાળુઓને પણ તકલીફનો સામનો કરવો પડતો હતો. તો રસ્તાના
કારણે અકસ્માત સર્જાવાની ભીતિ પણ રહેતી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ
જાડેજા તેમજ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના પ્રયાસોથી રસ્તાનું રિ-સર્ફેસિંગનું
કામ શરૂ થઈ ગયું છે જે અંદાજીત દોઢથી બે મહિનામાં સુવ્યવસ્થિત થઈ જશે. હાલ જ્યાં
વધારે ખાડા છે તેનું કામ થઈ રહ્યું છે.