રજનીકાંત કોટડીયા દ્વારા : ગાંધીધામ, તા. 16 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં સ્વાસ્થ્ય સેવાઓના સુધાર માટે અર્બન હેલ્થ સેન્ટરો બનાવવા માટેની જમીનના ભાવે મીંદડીના બચ્ચાની જેમ ભાડાના મકાનનો બદલવા પડે છે ઘણા સમય પહેલા સેન્ટરો બનાવવા માટેની જમીન ન મળતા ગ્રાન્ટ પરત ગઈ હતી ને હવે ફરીથી 6 અર્બન હેલ્થ સેન્ટરો બનાવવા માટે 6 કરોડથી વધુ ની ગ્રાન્ટ આવી છે જો જમીન નહીં મળે તો આ ગ્રાન્ટ પરત સરકારમાં જાય તેવી ભીતિ ઉભી થઈ છે.
જમીનનો પત્ર જરૂરી
આરોગ્ય વિભાગ સાથે ટેન્ડર
પ્રક્રિયા માટે જમીન છે તેઓ લેટર જરૂરી છે પણ આરોગ્ય વિભાગ પાસે સેન્ટર બનાવવા
માટે જમીન નથી. જેથી ટેન્ડર પ્રક્રિયા થઈ શકતી નથી. વહીવટી તંત્ર અને પ્રજાકીય
પ્રતિનિધિઓની નીરસતાના કારણે સંકુલના આરોગ્ય માળખાને કાયમી સરનામુ મળી શકતું નથી.
એસ.આરસી ડીપીએ પાસે જમીન મંગાઈ
આદિપુર બે, નાઇન બી મહેશ્વરી નગર,
સુંદરપુરી, ગણેશનગર, કાર્ગો
અથવા તો ખોડીયાર નગર તેમજ સપનાનગર હેલ્થ સેન્ટર બનાવવા માટે 6 કરોડથી
વધુ ની ગ્રાન્ટ આવી છે આદિપુર અને ભારતનગર નાઇન બી મહેશ્વરી નગર માં એસઆરસી પાસે
જમીનની માંગણી કરવામાં આવી છે અને બાકીના અન્ય ચાર સેન્ટરો માટે ડીપીએ અપાસે
જમીનની માંગ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી સ્વાસ્થ્ય સેવાઓ માટે જમીન મળી નથી.
શહેરના વિકાસની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત
આવશ્યક છે અને સેવાઓના સુધાર માટે જ નવા સેન્ટરો બનાવવાના છે તેના માટે જમીન જોઈએ
છે જો બે મહિના દરમિયાન જમીન નહીં મળે તો અગાઉની જેમ છ કરોડની ગ્રાન્ટ સરકારમાં
પરત જવાની ભીતિ ઉભી થઈ છે.
આરોગ્ય વિભાગની વારંવારની રજુઆત
આરોગ્ય વિભાગ અર્બન હેલ્થ
સેન્ટરો માટે અને આઈસીડીએસ વિભાગ આંગણવાડીઓ માટે વર્ષોથી ગુજરાત સરકાર તેમજ ભારત
સરકારની સંસ્થાઓને રજૂઆત કરે છે તેમ છતાં હજુ સુધી સ્વાસ્થ્ય સેવાઓ માટે જમીન મળી
નથી મ્યુનિસિપલ કમિશનર જે રીતે મહાનગરપાલિકાના વિસ્તારના વિકાસ માટે દિન દયાલ
પોર્ટ ઓથોરિટી તેમજ એસઆરસી પાસેથી જમીન મેળવી રહ્યા છે તેવી જ રીતે આરોગ્ય વિભાગ
માટે પણ જમીન મળી રહે તે પ્રયાસ કરવા જરૂરી છે.
અપુરતી જગ્યાના કારણ અગવડો
હાલના સમયે ભાડાના મકાનમાં
સેન્ટરોમાં અપુરતી જગ્યા હોવાના કારણે લોકોને અગવડો ઊભી થાય છે તો બીજી બાજુ મકાન
માલિકો સેન્ટર ખાલી કરાવે એટલે અન્ય જગ્યાએ ભાડાનું મકાન શોધવા માટે આરોગ્ય
વિભાગને ફરી વ્યાયામ આદરવો પડે છે. બહુ
મુશ્કેલથી મકાન મળે છે તે પણ સાવ નાનું મળે છે આવી અનેક સમસ્યાઓ છે. આવી અનેક
સમસ્યાઓના કારણે આરોગ્ય માળખાનું વિસ્તરણ થઈ શકતું નથી. આવેલી ગ્રાન્ટ પરત ન જાય
તે માટે બે મહિના દરમિયાન કમિશનર થી લઈને દિન દયાલ પોર્ટ ઓથોરિટી એસ આર સી તેમજ
સાંસદ અને ધારાસભ્યો દ્વારા પ્રયાસો કરી જમીન ફાળવવામાં આવે તે સમયની માંગ છે.
દર મહિને અઢી લાખથી વધુનું
ચુકવાતું ભાડુ
ગાંધીધામ, તા. 16 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં આરોગ્ય
વિભાગ હસ્તકના 10 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, અને છ અર્બન હેલ્થ સેન્ટર સહિત કુલ 16 સેન્ટરો
ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે જેનું લગભગ દર મહિને અઢી લાખ ને આસપાસ નું ભાડું
ચૂકવાઇ રહ્યું છે તેમ છતાં ગમે ત્યારે સેન્ટર ખાલી કરવા પડે તેવો ભય તો ઉભો જ છે
સેન્ટરો બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે
નાઇન બી-આદિપુરમાં પ્લોટ નો હેતુ
સાર્થક થતો નથી
ગાંધીધામ, તા. 16 : ગાંધીધામના નાઈન બી પાણીના ટાંકાની
પાછળના ભાગે તેમજ આદિપુર ફોર-બી સહિતના વિસ્તારોમાં મોટા મોટા પ્લોટ આરોગ્ય હેતુ
માટે ખાનગી લોકોને ફાળવવામાં આવ્યા છે અહીં અત્યાર સુધીમાં તો તે હેતુ સાર્થક થયો
નથી. આરોગ્ય વિભાગ એ જે જે લોકોએ આરોગ્ય સંબંધીત હેતુ માટે પ્લોટ લીધા છે તેમને પણ
સેન્ટર બનાવવા માટે થોડી જગ્યા ફાળવવાની માંગ કરી છે ખરેખર સ્વાસ્થ્ય સેવાઓના
સુધાર માટે સરકારી તેમજ ખાનગી લોકોએ સહકાર આપવો જરૂરી છે બધાનો હેતુ એક છે એટલે
સ્વાસ્થ્ય સેન્ટર માટે જમીન અપાય તે જરૂરી છે.
ગ્રામીણમાં ચાર સેન્ટરો
બનાવવાનું કામ ચાલુ
ગાંધીધામ, તા. 16 : ગ્રામીણ વિસ્તારમાં શિણાય, અંતરજાળના રાજનગર,
કિડાણા અને ખારીરોહર માં સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવાની કામગીરી
પ્રગતિમાં છે. અમુક જગ્યાઓ ઉપર ઘણા વાદ વિવાદ પછી જમીન મળી હતી અને ઘણી જગ્યાઓ ઉપર
સામાન્ય પ્રક્રિયા દરમિયાન જમીન મળી હતી. સરકારમાંથી ગ્રાન્ટ આવી એટલે જમીન મળી છે
તેવા લેટર સાથે ટેન્ડર પ્રક્રિયા બાદ આ નવા સેન્ટરોનું બાંધકામ શરૂ થઈ ગયું છે.
પરંતુ શહેરી વિસ્તારમાં જમીનનો અભાવે કામ અટકયા છે.