• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

ગાંધીધામ સંકુલમાં 4540 લાખનાં વિવિધ વિકાસનાકામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ, તા. 23 : શહેરના  મુંદરા સર્કલ ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીધામ મહાનગર વિસ્તારમાં કુલ રૂા. 4540 લાખના ખર્ચે વિવિધ વિકાસકામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીધામ - આદિપુરને જોડતા  ટાગોર રોડનું 26 કરોડના ખર્ચે રિસર્ફેસિંગનું કામ, ગાંધીધામના મુંદરા સર્કલથી શિણાય સુધીના માર્ગનું 16 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કામ તથા મીઠીરોહરથી ચૂડવા રોડ તથા જવાહરનગર અંકુર વે બ્રિજથી પડાણા સુધીના રસ્તાનું કામ રૂા. 3.40 કરોડના ખર્ચે પ્રકલ્પનું સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય માલતીબેન  મહેશ્વરીના  હસ્તે  ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, લોકોની સુખાકારીમાં વધારો કરવા  માટે કોઈ કચાસ નહીં છોડાય. શહેરનો   સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર  પ્રયત્નશીલ છે. ગાંધીધામનાં  ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કેરાજ્ય સરકાર  લોકોને  તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ   આપવા માટે કટિબદ્ધ છે. નજીકના દિવસોમાં ગાંધીધામ સંકુલમાં મહાનગર  તરીકેનો વિકાસ જોવા મળશે અને લોકોને મહાનગર જેવી સુવિધાઓનો પણ લાભ મળશે.આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ગાંધીધામ શહેર પ્રમુખ વિજય પરમાર, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ દેવેન્દ્રાસિંહ જાડેજા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેજશ શેઠ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતિબેન બાબરિયા, મનોજ મૂલચંદાની, ભરત મીરાણી, ભરત પ્રજાપતિ, દિનેશ માલી, ગાવિંદ નિંજાર,સંજય ગર્ગ, મહેશ ગઢવી, એ.કે સિંગ,  બધાભાઈ  મ્યાત્રા, વિજયસિંહ જાડેજા, પંકજ ઠક્કર,બાબુભાઈ ગુજરિયા, સામજીભાઈપુનિતભાઈ દૂધરેજિયાધનજીભાઈ હુંબલઅરજણભાઈ આહીર, હરીશ આહીર, લીનાબેન ધારકવૈભવીબેન ગોર, સોનલબેન આહીર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd