વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 10 : આલિશાન હરિયાળું
પરિસર, રજવાડી ઠાઠને શરમાવે તેવી ઇમારત, પોશ રસ્તા, શાંત પરિવેશ, અંદર પ્રવેશ્યા
પછી ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની યાદ તાજી કરે તેવું-તેવડું દસેક એકરનું
સંકુલ એકબાજુ કેન્દ્રિય બોર્ડની અંગ્રેજી માધ્યમ સ્કૂલ વિલાયતી નળિયા, સુઘડ ઊંચું બાંધકામ, તેની ડિઝાઇન અલગ જ ઠસ્સો ઊભો કરે
છે. આ સંકુલ છે બિનનિવાસી દાતા વિશ્રામભાઇ જાદવા વરસાણી સર્જીત સૂર્યા વરસાણી એકેડેમીનું.
અહીં સમસ્ત વિશ્વ પાટીદાર સમાજ માટેનું સરદારધામ સમાયોજીત છે, જેમાં 264 છાત્ર-છાત્રા
ઓફિસર બની ચૂક્યા છે. લેઉવા-કડવા પટેલ સમાજનું શિક્ષણધામ અહીં છે. અમદાવાદ ખાતે ગગજીભાઇ
સુતરિયાના પ્રયાસોથી એસજીવીપી ગુરુકુળ પાસે સરદાર સાહેબની વિશાળ પ્રતિમા સાથેના એ સંકુલની
આ અદ્ભુત શાળા છે. ફાઇવ સ્ટાર હોટલ જેવા આવાસીય રૂમ,
સુઘડ શુદ્ધ સાત્ત્વિક ભોજન, ઓન-ઓફલાઇન લાયબ્રેરી,
ગોળમેજી ગ્રંથાલય, વિશ્વકક્ષાના પુસ્તકોનો ભંડાર,
શિક્ષકથી કલેક્ટર કે તલાટીથી મામલતદાર સુધીના 264 યુવા છાત્ર-છાત્રાને સિવિલ
સેવામાં મોકલનાર આ સંસ્થા છે. ખાસ અહીંનું ટીચિંગ-લર્નિંગ મટેરિયલ્સનું વૈવિધ્ય શિક્ષણ
સિદ્ધ છે. પ્રથમ તબક્કે અહીં પાટીદાર સમાજને આવરાયો છે. દૈનિક રીતે કુમાર માટે 200 અને કન્યાઓ માટે 150 રૂપિયા જેવી નજીવી ફી છે. જેમાં
રહેવા-જવા અને આનુષાંગિક તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. કલાર્કથી કલેક્ટર બનાવતી આ
સંસ્થામાં 100 વિદ્યાર્થી-વિદ્યાર્થિની માટે
સગવડ છે. સંસ્થાના મોભી વિશ્રામભાઇ જાદવા વરસાણી,
ટ્રસ્ટી ધનજીભાઇ વરસાણી, પ્રો. પુરુષોત્તમ હિરાણી,
જ્યારે માર્ગદર્શક આર. આર. પટેલ, આર. એસ. હિરાણીનું
છત્ર છે. વધુ વિગતો માટે મો.નં. 99094 92771 (પરેશ હિરાણી)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું. - જેને ભણવું
છે તેની સંસ્થા : સરદારધામ
સાથેનું અમારું જોડાણ પ્રથમ તબક્કે કચ્છના પાટીદાર (લેવા-કડવા) બંને માટે છે. કમાવવાની
કોઇ ભાવના નથી તેવું કહેતાં બિનનિવાસી દાતા વિશ્રામભાઇ વરસાણી આફ્રિકન ટાપુરાષ્ટ્ર
સિસલ્સમાં વિજય કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે. માદરે વતન માટે કંઇક આપવાની ભાવના દિલમાં
છે. જેને ભણવું છે તે અમને મળે, અમે તેને
ઉપયોગી થશું એમ કહેનાર વિશ્રામભાઇ કચ્છમાં હુન્નર કુશળ માનવધન માટે કૃત નિશ્ચિયી છે.
વિશાળ સંકુલ છે તેવું જ વિશાળ હૃદય છે.