ભુજ, તા. 23 : સરહદી લખપત તાલુકાના જુણાગિયામાં
નવી માપણીની ભૂલનાં કારણે એકના બીજા ખેડૂતની જમીનમાં પવનચક્કી ઊભી થઇ રહ્યાનો ગંભીર
આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે. કોંગ્રેસે લખપત મામલતદારની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવ્યા
છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું કે, નવી માપણીની ભૂલનાં કારણે સમા નાથા મમુની માલિકીની
જમીન અન્યત્ર નકશામાં બેસાડી દેવાતાં અહીં ખાનગી કંપની દ્વારા પવનચક્કી ઊભી કરવામાં
આવી રહી છે. ખોટી જગ્યાએ પવનચક્કી ઊભી કરવામાં આવી રહી હોવા છતાં લખપત મામલતદાર અને
પી.આઇ. ખેડૂતના બદલે કંપનીને મદદ કરી રહ્યાના આક્ષેપ કર્યા હતા. નવી માપણીની ભૂલ સુધારવા
કોર્ટમાં દાવો દાખલ ચાલુ હોવા છતાં મામલતદારે
કઇ રીતે પવનચક્કી ઊભી કરવા મંજૂરી આપી તેવો સવાલ ઉઠાવ્યો હતો.