• બુધવાર, 30 એપ્રિલ, 2025

આદિપુરની શાળામાં રંગ પૂરવા સંસ્થાએ પ્રયાસ કર્યો

ગાંધીધામ, તા. 19 : અહીંની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા આદિપુર સ્થિત ઉપાસના હરિ આશરો ટ્રસ્ટનાં માનસિક રીતે દિવ્યાંગ બાળકો સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્કુરાહટ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજના તમામ વર્ગોનો વિકાસ થાય તેવી પ્રેરક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કોરોના કાળ દરમ્યાન સંસ્થાએ લોકોના ચહેરા ઉપર મુસ્કુરાહટ લાવી દીધી હતી. આદિપુર સ્થિત ઉપાસના હરિ આશરો ટ્રસ્ટનાં બાળકો સાથે ફૂલ, ગુલાલની હોળી સાથે સામાન્ય જીવન જીવવા અને આધુનિક યુગ સાથે જોડવાનો પ્રયાસ કરાયો હતો. અહીંનાં બાળકોને બે લેપટોપ પૂરાં પાડવામાં આવ્યાં હતાં, જેથી તેઓ ટેકનોલોજી દ્વારા અવાજની સાથે વસ્તુઓની કલ્પના કરી શકે અને આધુનિક યુગ સાથે જોડાઈ શકે, જે તેમને સામાન્ય જીવન જીવવામાં મદદ કરશે. બાળકોને ગુલાલ, પિચકારી, ચોકલેટ આપી ડાન્સની મજા સાથે ભોજનનો આનંદ લેવાયો હતો. સંસ્થાનાં સંચાલક સ્મિતા સિંહ, અંજલિ સિંહ તેમજ કચ્છમિત્રના પ્રદીપ જોશી, શાળાનાં નંદાબેન સોલંકી, ડો. મહેન્દ્ર ચૌહાણ, આચાર્ય ભરતકુમાર રાઠોડ, સેજલબેન પટેલ, મનીષ શાહ, સોનાલીબેન કૃષ્ણાની, ખુશ્બુ સેરવાણી, પાયલ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd