• મંગળવાર, 18 માર્ચ, 2025

આડેસરના લખપત પાસે ટેન્કર ટ્રેનમાં જ્વલનશીલ પ્રવાહી લીક

ગાંધીધામ, તા. 12 :  રાપર તાલુકાના આડેસર પાસે  અન્ય રાજ્ય તરફ જતી ટેન્કર ટ્રેનનાં ટેન્કમાંથી જ્વલનશીલ  પ્રવાહી લીકેજ થવાની ઘટના બનતા ભારે દોડધામ થઈ પડી હતી. જો કેસબંધિત તંત્રો દ્વારા તુરંત કાર્યવાહી કરાતા ગંભીર દુર્ઘટના  ટળી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ કંડલાથી જલદ પ્રવાહી લઈ બપોરે 12 વાગ્યાના ગાળામાં હરિયાણા-પંજાબ તરફ જતી રેલવેની ટેન્કર રેંકમાં લખપત રેલવે સ્ટેશન પાસે  લીકેજ થયું હતું. બનાવની જાણ થતાં  આડેસર પી.આઈ. જે. એમ. વાળા તથા પોલીસ ટુકડી તેમજ રેલવે સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.  તંત્ર દ્વારા  આસપાસના વિસ્તારમાં સાવચેતી રાખવામાં આવી હતી.  આ બાબતે રાપર નગરપાલિકા તથા ભચાઉ નગરપાલિકા તેમજ અન્ય કંપનીઓમાંથી ફાયર ફાઇટર ફાયરબ્રિગેડના જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા  અને લીકેજ થતાં ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો કંડલાથી કંપનીના ટેક્નિશીયનની ટુકડીએ આવી સમારકામ હાથ ધર્યું હતું. ત્રણ કલાક સુધી  કામગીરી ચાલી હતી પોલીસ, ફાયર બ્રિગેડ અને ફાયર ફાઇટરની સમય સૂચકતાના લીધે ગંભીર  અકસ્માત ટળ્યો હતો. આ અંગે એરિયા રેલવે મેનેજર આશિષ ધાનિયાનો સંપર્ક સાંધતા તેમણે બનાવને સમર્થન આપી લીકેજ રીપેર  કરીને ટ્રેન પુન: રવાના કરાઈ હોવાનું  કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે,   કચ્છમાં અગાઉ ઈધણ ભરેલી ટેન્કર ટ્રેનમાં આગજનીની ઘટના બની હતી, જેનાથી પાટા ઓગળી ગયા હતા.  સંભવત જ્વલનશીલ પ્રવાહીને લોડ કરતી વખતે  રખાયેલી ચૂકનાં કારણે આ લીકેજ થયું હોવાની શકયતા જાણકરોએ વ્યક્ત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd