• શુક્રવાર, 14 માર્ચ, 2025

ગાંધીધામમાં રખડતા ઢોર, દબાણ, ગંદકીની સમસ્યા મુદ્દે કામગીરી નહીંવત્

ગાંધીધામ, તા. 17 : શહેરમાં રખડતા ઢોર અને સફાઈ, દબાણ સહિતની સમસ્યાઓ મુદ્દે રજૂઆતો છતાંય  કોઈ નક્કર કામગીરી થઈ ન હોવાનું સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા કોર્પોરેશનના કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે રખડતા ઢોરની સમસ્યા હજુ પણ યથાવત્ છે અને અકસ્માતો થતા રહે છે. ખાસ કરીને જ્યાં સુધી રસ્તા ઉપર જાહેરમાં ઘાસચારાનું વેચાણ બંધ નહીં થાય ત્યાં સુધી  રખડતા ઢોરની સમસ્યાનું  નિરાકરણ નહીં આવે તેવું પત્રમાં જણાવાયું છે. ઢોર પકડવા માટે જે કાંઈ રકમ આપવામાં આવી છે તેનો પૂરતો ઉપયોગ થતો ન હોવાનો આક્ષેપ કરાયો છે. શહેરમાં ગંદકીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની દહેશત શહેરીજનોને સતત સતાવી રહી છે. ગાંધીધામ આદિપુરના અનેક વિસ્તારોમાં ફૂટપાથ ઉપર દબાણની પ્રવૃત્તિ બેરોકટોક છે. તેના લીધે વાહન પાર્કિંગ અને આમજનતાને હલન-ચલનમાં તકલીફ પડી રહી છે. દબાણ, ગંદકી અને રખડતા ઢોર મુદ્દે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી ભારપૂર્વકની માંગ કરાઈ હોવાનું કુમાર રામચંદાનીએ જણાવ્યું  હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd