મોસ્કો, તા. 13 : યુદ્ધવિરામ પર ગંભીરતાથી જારી
ચર્ચા વચ્ચે સેનાના ગણવેશમાં કુર્સ્ક પ્રાન્તના પ્રવાસે પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિને શાંતિના પ્રયાસો માટે ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું. અમે યુદ્ધવિરામ
માટે તૈયાર છીએ, પણ તે લાંબા ગાળા માટેનો
હોવો જોઈએ. અમે ટ્રમ્પ સાથે વાતચીત કરશું. કારણ કે, અમારાં મનમાં
હજી ઘણા સવાલ અને ચિંતાઓ છે. યુક્રેની સેનાને ખદેડવાનો આદેશ આપ્યો હતો. બીજીતરફ યુક્રેન
સાથે બેઠકમાં 30 દિવસના યુદ્ધવિરામના
ટ્રમ્પ સરકારના પ્રસ્તાવની પ્રતિક્રિયા આપતાં રુસી રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિને કહ્યું
હતું કે, અમેરિકા સીધી રશિયા સાથે વાત નહીં કરે ત્યાં
સુધી કોઇ ફેંસલો નહીં લેવાય. ક્રેમલિન પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું હતું કે,
અમે યુક્રેન યુદ્ધ અંગે સાઉદી અરેબિયામાં યોજાયેલી બેઠકનું બારિકાઇથી
વિશ્લેષણ કરી રહ્યા છીએ. દરમ્યાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર
ઝેલેંસ્કીએ જણાવ્યું હતું કે, રુસ યુદ્ધવિરામની વાત ન માને તો
અમેરિકા રુસ સાથે સખત કાર્યવાહી કરશે તેવી આશા છે. રશિયાના રાષ્ટ્રપતિના કાર્યાલયે
પુતિનની તસવીર જારી કરી હતી. લીલા રંગના ગણવેશમાં એક ટેબલ પર નકશા જોતાં પુતિન યુક્રેનની
સેનાને ખદેડવાનો આદેશ આપતા દેખાય છે. એ સિવાય પકડાઇ જતા યુક્રેનીઓ સાથે આતંકવાદીઓ જેવો
જ વ્યવહાર કરવાની સૂચના પણ પુતિને તેમની સેનાને આપી છે. કોઇપણ અસ્થાયી યુદ્ધવિરામથી
યુક્રેનની સેનાને જ ફાયદો થશે. યુક્રેનને તેની સેનાની તાકાત વધારવાની તક મળી જશે,
તેવું રુસે કહ્યું હતું.