• મંગળવાર, 18 માર્ચ, 2025

મોટા લાયજાના પેટ્રોલ પમ્પના મેનેજરની ઉચાપત અંગે વિધિવત ગુનો દાખલ

ભુજ, તા. 13 : માંડવી તાલુકાનાં મોટા લાયજાના પેટ્રોલ પમ્પના મેનેજરે 1.72 કરોડની ઉચાપત કરી નાસી છુટયાની વિધિવત માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે માંડવી પોલીસ મથકે મોટા લાયજાના કિસાનપર પાસે રુદ્રેશ્વર પેટ્રોલ પમ્પના મનહરસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પાસે 13 હજારના પગાર પર મેનેજર તરીકે કામ કરતા મહમદ હબીબ આમદ ચૌહાણ (રહે. મોટા લાયજા)એ પેટ્રોલ પમ્પનાં બે બેન્કનાં ખાતાંમાંથી આશરે 66 લાખ અને તા. 8/3ના રોજમેળમાં દર્શાવેલી આવક રૂા. 5,93,535 અમે કુલ્લે રૂા. 76,93,535ની ઉચાપત ઉપરાંત બેન્કની રૂપિયા એક કરોડની સી.સી. વાપરી બેન્કમાં જમા ન કરાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી ભાગી ગયાની ફરિયાદ નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે માંડવી પોલીસને ફરિયાદીએ ફરિયાદ અરજી આપી હતી. આ બાદ સમગ્ર હિસાબ-કિતાબની વિગતો ચકાસી આજે પૂરી માહિતી સાથે ફરિયાદ નોંધાવી છે.  બીજી તરફ બે-ત્રણ દિવસથી આરોપી ગુમ થતાં તેના પિતાએ પણ ગુમ નોંધ નોંધાવતાં આ પ્રકરણ ઘેરું બન્યું છે. આજે માંડવી પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ ડી.એન. વસાવાનો સંપર્ક કરતાં આરોપીના હજુ કોઈ સગડ ન મળ્યાનું જણાવી છાનબીન જારી હોવાનું કહ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd