• ગુરુવાર, 13 માર્ચ, 2025

મહાશિવરાત્રિએ ભુજમાં પારંપરિક શોભાયાત્રા નીકળશે

ભુજ, તા. 9 : આગામી તા. 26-2-2025ના મહાશિવરાત્રિ પર્વ અનુસંધાને સમસ્ત સનાતન હિન્દુ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં  મહાશોભાયાત્રા કાર્યક્રમ અંગે ચર્ચા કરી જરૂરી રૂપરેખા ઘડવામાં આવી હતી. તમામ સમાજના પ્રમુખો, નવરાત્રિ મંડળો, ગણેશ મંડળો સાથે સંકલન કરી આયોજનને પાર પાડવા અંગે ચર્ચા વિમર્શ કરાયો હતો. આ બેઠકમાં ભુજ દશનામ ગોસ્વામી સમાજના મહામંત્રી મહેશભાઇ, ખજાનચી કિશોરગિરિ, વિનોદગિરિ, યુવક મંડળના પ્રમુખ નિલય ગોસ્વામી તેમજ ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટના કાર્યકરો, અખિલ કચ્છ ક્ષત્રિય મોચી સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઇ જરાદી, ભીલ સમાજના પ્રમુખ રાજેશભાઇ ભીલ, પબુરાઇ ફળિયા ગણેશ મંડળના રાજુભાઇ ચાવડાજૈન સમાજના અગ્રણી દીપેશભાઇ મહેતા, લોહાણા સમાજના અગ્રણી રમેશભાઇ, હરેશભાઇ ઠક્કર, રાજપૂત સમાજના મુકેશ ચૌહાણ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવીણભાઇ પૂજારારસીકભાઇ દરજી, વિશ્વ હિન્દુ પરિષદ ભુજ શહેર મંત્રી જયેશ કોઠારી, રાજગોર સમાજ યુવક મંડળના ગોર ભાર્ગવ તેમજ સમિતિના નરેશભાઇ પરમાર (શંભુભાઇ), પ્રકાશ ગોસ્વામી, પરાક્રમસિંહ જાડેજાગૌરીગિરિ ગોસ્વામી, નરેન્દ્રપુરી ગોસ્વામી, મંથન ગોસ્વામી, જયેશ ગોસ્વામી, મનોજપુરી ગોસ્વામી, પરેશભાઇ ગોસ્વામી, અનિલ ડાભી, ઘનશ્યામ ગોસ્વામી, જયગિરિ ગોસ્વામી સહિત હાજર રહ્યા હતા. તમામ સમાજના અગ્રણીઓને સમિતિ દ્વારા શોભાયાત્રામાં ફ્લોટ્સ કે સ્ટોલ રાખી શિવભક્તિ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd