• બુધવાર, 12 માર્ચ, 2025

ભોજાયમાં સ્ત્રીરોગ શિબિર યોજાઇ : 65 જણે લાભ લીધો, 28 ઓપરેશન થયાં

ભોજાય (તા. માંડવી), તા. 8 : ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા પ્રતિમહિને આયોજિત ત્રીરોગ શિબિર તા. 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમ્યાન સંપન્ન થઇ હતી. કસ્તૂરબેન ડુંગરશી ગાલા નવનીત મહિલા કેન્દ્રના ઉપક્રમે યોજિત ત્રીરોગ શિબિરમાં 65 મહિલા દર્દીને ડો. ઊર્મિલાબેન મહેતાએ તપાસ્યા હતા, જે પૈકી 32 દર્દીને સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી બે દર્દીને ડાયાબિટીસ હોતાં તેમને રજા આપવામાં આવી હતી. અન્ય બે દર્દીનું હિમોગ્લોબીન વધારે પડતું ઓછું હોવાથી તેમને મહિના માટે દવા-ઇન્જેક્શનનો કોર્સ આપવામાં આવ્યો હતો, જેથી આવતી શિબિરમાં તેઓનું ઓપરેશન થઇ શકે. આદિપુરના ડો. દર્શક મહેતા, પુનાના ડો. મંદાર રાનડે, મુંબઇના ડો. બ્રિજેન્દ્રસિંહ, ડો. શિલ્પીસિંહ, રામબાગ હોસ્પિટલના ડો. જયમીન, ડો. નિલેશે તમામ 28 દર્દીનાં ઓપરેશન કર્યાં હતાં. દર્દીઓને એનેસ્થેશિયા ડો. ઉમેશ કટારમલે આપ્યા હતા. લાયજાની જી.એચ.સી.એલ. સંસ્થાના નર્સિંગ સ્ટાફે સેવાઓ આપી હતી. ભોજાય સર્વોદય ટ્રસ્ટની ચારે પાંખના સ્ટાફે ત્રીરોગ શિબિરમાં વિવિધ ફરજ બજાવી હતી. નવીન મારવાડાએ સંકલન કર્યું હતું. આ શિબિરને અરૂણાબેન અશ્વિનભાઇ માવજી (વાંકી હાલે બેંગ્લોર) તરફથી પ્રાયોજિત કરવામાં આવી હતી. આગામી ત્રીરોગ શિબિર તા. 21 ફેબ્રુઆરીના યોજાશે, જેમાં લેપ્રોસ્કોપી (દૂરબીન) સર્જરી થશે. જરૂરતમંદ દર્દીઓએ લાભ લેવા વિનંતી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd