અંજાર, તા. 18 : ઉત્તરપ્રદેશના વૃંદાવન ધામ
મધ્યે આવેલ રમણરેતી માર્ગ, ફોગલા આશ્રમે
20મીથી વ્રજપ્રભા ગ્રંથ પારાયણનું આયોજન કરાયું છે. મનોરથી રસિક માતા વાસણભાઈ વિશાભાઇ રણમલ
પરિવારના યજમાન પદે નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ અને અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના વ્યાસાસને શ્રીમદ્ વ્રજપ્રભા ગ્રંથ પારાયણ જ્ઞાન સપ્તાહ તા. 20/3/26થી 26/3/26 દરમિયાન સવારે 9.00થી 1.00 સુધી યોજાશે. આ મહોત્સવ અંતર્ગત
તા. 20/3ના સવારે 8.30 વાગ્યે વૃંદાવનમાં પોથીયાત્રા નીકળશે, ત્યારબાદ
કથા પારાયણનો પ્રારંભ થશે. તા. 22/3 રવિવારના સવારે 11.00 વાગ્યે રાધાજી જન્મ મહોત્સવ
તેમજ રાત્રિના 9.30 વાગ્યાથી ભજનસંધ્યા યોજાશે. તા. 23/3ના સવારે 12.00 વાગ્યે શ્રીકૃષ્ણ
જન્મોત્સવ, બપોરે 3.30 કલાકે ચૂંદડી મનોરથનું પૂજન, તા.
25/3ના સવારે 11.00 કલાકે રાધાકૃષ્ણ વનવિવાહ મહોત્સવ, તા.
26/3/26ના કથા વિરામ
થશે. ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે, વૃંદાવન ધામ મધ્યે રસિક માતા વાસણભાઈ વિશાભાઇ
રણમલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ શ્રી વ્રજપ્રભા ગ્રંથ પારાયણ જ્ઞાન સપ્તાહનું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ સહિત મુંબઈ,
દુબઇ મધ્યેથી 3000 કરતાં વધુ ભાવિકો અને રસિકો બસો,
ટ્રેનો, હવાઈ માર્ગે અને ખાનગી વાહનો દ્વારા કથા શ્રવણ માટે વૃંદાવન ધામ આવશે, જેમાં વિવિધ રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ
પણ ઉપસ્થિત રહેશે. આ તમામ આયોજનમાં મનોરથી પરિવાર દ્વારા વિવિધ તૈયારીઓ અને વ્યવસ્થાઓને
આખરી ઓપ અપાઇ ચૂક્યો છે. શ્રીકૃષ્ણની ભૂમિ
એવા વૃંદાવન ધામમાં કથા પારાયણનું રસપાન કરાવવું એ અમૂલ્ય અવસર હોવાનું ત્રિકમદાસજી
મહારાજે ઉમેર્યું હતું.