• ગુરુવાર, 19 માર્ચ, 2026

નુતન સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી મહા ભાગવત્ સપ્તાહનો પ્રારંભ

ભુજ, તા. 18 : ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોનાં મૃત્યર્થે તથા ગૌ માતના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞ યોજાશે. 401 પોથી મુકવામાં આવશે. કથા નો પ્રારંભ તા. 19 માર્ચ અને પૂર્ણાહુતિ તા.25 માર્ચ ના થશે. બુધવારે પ્રસાદી મંદિરથી નીકળેલી પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદ્જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં સ્વામી જગતપાવન-દાસજી, સ્વામી મુકુંદજીવન દાસજી, સ્વામી રામસ્વરૂપ દાસજી, સ્વામી શ્રીહરિદાસજી, સ્વામી દેવકૃષ્ણ દાસજી, સ્વામી બાલકૃષ્ણદાસજી, સ્વામી હરિબળદાસજી, સ્વામી કેશવજીવનદાસજી, સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી, સ્વામી વિશ્વપ્રકાશદાસજી, સ્વામી પુરૂષોત્તમસ્વરૂપદાસજી, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, કોઠારી સ્વામી ગોલોકવિહારીદાસજી, સ્વામી જગજીવનદાસજી, સ્વામી જ્ઞાનપ્રકાશદાસજી, સ્વામી વિશ્વવલ્લભદાસજી, સ્વામી ભક્તિપ્રિયદાસજી, સ્વામી મહાપુરૂષદાસજી, સ્વામી માધવપ્રસાદદાસજી, સ્વામી કૃષ્ણપ્રિયદાસજી, સ્વામી નિલકંઠચરણદાસજી, કોઠારી પાર્ષદ ખીમજી ભગત આદી સંતમંડળ સાથે કથાના મુખ્ય યજમાન રામબાઈ લાલજી હિરાણી સહપરીવાર સાથે સહ યજમાન પરીવારના સ્નેહીજનોએ પોથી ગ્રહણ કરી આ પોથી યાત્રા માં જોડાયા હતા. કથાના વક્તા તરીકે શાસ્ત્રી સ્વામીઓ માં નારાયણપ્રિયદાસજી, સ્વામી આનંદવલ્લભદાસજી, સ્વામી ગોલોકવિહારીદાસજી, સ્વામી ભક્તવત્સલદાસજી વ્યાસાસને કથાપાન કરાવશે. તા. 22-3-2026, રવિવારના આચાર્ય પ્રવર કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ કથામાં હાજરી આપશે. સાંખ્યયોગી બહેનો દ્વારા પણ 51 સંહિતા પાઠનું વાંચન કરાશે. જ્યારે સભા સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજી સંભાળશે.  આ ભાગવત્ સપ્તાહ દરમિયાન યોજાનાર અનેક અંગે માહિતી આપતાં મંદિર ના કાર્યવાહક વહીવટી કોઠારી દેવપ્રકાશ દાસજી એ જણાવ્યું હતુ કે, તા. 19-3-2026, ગુરૂવાર સવારે 8:30 વાગ્યે મહંત સ્વામી ધર્મનંદનદાસજી આદિ વડિલ સંતો તથા યજમાનઓના હાથે દિપ પ્રાગટ્યથી આ મહા ભાગવત્ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવશે. તા. 20ના રામ જન્મોત્સવ, તા. 21ના કૃષ્ણ જન્મોત્સવ યોજાશે, તા.22 ના રોજ આચાર્ય મહારાજનું આગમન સાથે સાંજે 8.00 કલાકે મહારાસોત્સવ, તા. 23 ગોવર્ધન ઉત્સવ, તા. 24ના રૂક્ષ્મણી વિવાહ, તા. 25ના મહાઆરતી તથા તા. 26/3ના રોજ નારાયણયજ્ઞ સાથે કથા વિરામ આપશે. કથા દરમિયાન જુદા જુદા પ્રસંગો અનુરૂપ મહોત્સવ ઉજવાશે સાથો સાથ ગુરૂકુળો નાં છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. આ મહા ભાગવત્ સપ્તાહ દરરોજ સવારે 8થી 11 કલાક અને બપોરનાં 3.30થી 6.30 સુધી કથાનું શ્રવણ કરી શકશે. સતત 14 વર્ષથી ગૌ સેવાના લાભાર્થે ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે. પારાયણમાં ભારતના વિવિધ રાજ્યો અને અન્ય દેશો યુકે, અૉસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેન્યા, આફ્રિકા, ટાન્ઝાનિયા અને સિસ્લષના ભક્તો કે જેઓના સ્વજનોના અવસાન બાદ તેમના મોક્ષ અર્થે પોથી રખાઈ છે. આ ભાગવત પારાયણ દરમિયાનમાં હજારોની સંખ્યામાં લોકો ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહેશે. 

Panchang

dd