ભુજ, તા. 18 : અહીંની એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં
ડિસ્ટ્રિક્ટ 3232-ઉં અને 3231-અ3ના સંયુક્ત ઉપક્રમે આયોજિત `ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ ટ્વાનિંગ પ્રોજેક્ટ' અંતર્ગત મેસર્સ મોતા ચિપ્સ અને મેસર્સ એલી ઈલેક્ટ્રિકલ્સ
પ્રાઈવેટ લિમિટેડનાં સૌજન્યથી આયોજિત અમૃતબેન અજિત મોતા અને હેમલતાબેન હંસરાજ ગડા તરફથી
દર સપ્તાહે લગભગ ચાલી રહેલા દૃષ્ટિ સેવા કેમ્પના ભાગરૂપે ત્રિદિવસીય નિ:શુલ્ક મેગા
આઈ ઓપેરશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 107 આંખના જરૂરિયાતમંદ દર્દીઓનાં આંખનાં ઓપરેશન કરાયાં હતાં. આ કેમ્પમાં અમદાવાદના નિષ્ણાત સર્જન દ્વારા દર્દીઓના
સારી ગુણાવત્તા ધરાવતા નેત્રમણિનાં ઓપરેશન કરાયા હતા. આ તકે દાતા પરિવાર તરફથી હજુ
પણ કિડની ડાયાલિસીસના દર્દીઓ માટે મદદરૂપ થવા એક ડાયાલિસીસ મશીનની પણ જાહેરાત કરવામાં
આવી છે, જેના દ્વારા આગામી સમયમાં કચ્છના અનેક ગામોના
જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળશે. કાર્યક્રમના
પ્રારંભે દાતા પરિવારના અજિત મોતા,
અમૃતબેન મોતા, હંસરાજ ગડા અને હેમલતાબેન ગડા તથા
અન્ય ઉપસ્થિત સભ્યોનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મનોજ ગડા, હિના ગડા (ટ્રેઝરર), શૈલેશ ગોગરી, સુષ્મા ગોગરી (સેક્રેટરી), કસ્તૂર સાવલા (પ્રેસિડેન્ટ),
ચહેલ ગડા, ઝીલ ગડા, ઠાકરશી
શેઠિયા, ભરત શેઠિયા, બીના કેતન હરિયા,
મંજુલા મણિલાલ હરિયા, જિનેશ તનસુખલાલ છેડા,
કેતન હરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના
પ્રેસિડેન્ટ ચંદ્રકાન્ત સોનીએ કર્યું હતું.
PDG MJF X ડો. ભરત મહેતાએ હોસ્પિટલ ખાતે ચાલતા નિ:શુલ્ક કિડની ડાયાલિસીસ, નેત્ર કેમ્પ, મોતિયાનાં
ઓપરેશન, દંત ચિકિત્સા વિભાગ, ઓડિઓમેટ્રી
વિભાગ, જનરલ ઓ.પી.ડી.- પેથોલોજી લેબોરેટરી, એમ્બ્યુલન્સની સેવાથી સૌને માહિતગાર કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું
કે, અત્યાર સુધી અહીં 45,500થી વધુ મફત આંખનાં ઓપરેશન કરાયાં છે. આ પ્રસંગે હીરજી વરસાણી, મનસુખ શાહ, રોહિત જોશી
અને અભય શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તરીકે ભરત સાવલાએ સેવા
આપી હતી. આભારવિધિ અનુપ કોટક અને સંચાલન ઉમેશ પાટડિયાએ કર્યા હતા.