• બુધવાર, 12 માર્ચ, 2025

વડવા હોથી ગામે ધાર્મિક કાર્યક્રમો

વડવા હોથી (તા.ભુજ) ગામે અખિલ કચ્છ મેઘમારુ લોચા પરિવાર સંચાલિત મોમાઈમા મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે મહા સુદ આઠમે ભૂવાજી મનજી દાદા, પૂજારી વેરશીદાદાનાં સાંનિધ્યમાં મહા આરતી,નૈવેદ (જુવાર) મહાપ્રસાદ જેવા કાર્યક્રમ યોજાયા હતા. મહાઆરતી નારણભાઈ લોચાના મુખેથી રજૂ કરાઈ હતી, મહાપ્રસાદના દાતા જગદીશભાઈ જેઠાભાઈ લોચા (ભુજ)નો સહયોગ મળ્યો હતો. દાતા વીરજી લખમશી લોચા મીરઝાપર તેમજ મણિલાલ લોચા ભુજનો સહયોગ મળ્યો હતો. વ્યવસ્થા લક્ષ્મણભાઈ લોચા,ગાવિંદભાઈ કારુભાઈ, રમેશ મેઘજીભાઈ, વીરજી રામજીભાઈ, રમેશ આલારામ, સતીશભાઈ લોચા, કરમશીભાઈ લોચા, માવજીભાઈ લોચા, ભીમજીભાઈ લોચા, રતિલાલ લોચા, નરશીભાઈ લોચા,રામજી પુંજાભાઈ, કિશનભાઈ લોચા, રમેશ પેથાભાઈ, દિનેશભાઈ લોચા, નારાણ ખીમજી ખીમજી દેવજીભાઈ લોચા, પ્રવીણ પ્રેમજીભાઈ લોચાએ સંભાળી હતી. વડીલો કરમશીભાઈ લોચા,ખીમજીભાઈ લોચા,વેલજીભાઈ લોચા,આલાભાઈ લોચા,કરશનભાઇ લોચા,બેચરલાલ વણકર,ખેતાભાઇ મેરુ લોચા, પ્રેમજી ડાયા લોચા હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd