ભુજ, તા. 25 : કચ્છમાં શિયાળો હવે તેના અંતિમ
પડાવ ભણી આગળ વધી રહ્યો હોય તેમ ઠંડીની તીક્ષ્ણ બનેલી ધાર થોડી નરમ પડતી જોવા મળી રહી
છે. નલિયાને બાદ કરતાં જિલ્લામાં અન્યત્ર ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. નલિયામાં
લઘુતમ પારો થોડો ઊંચે ચડીને 8.6 ડિગ્રીએ પહોંચવા
છતાં ઠંડીની ચમક વિશેષ રીતે મોડીસાંજથી વહેલી સવાર સુધી જળવાયેલી રહી હતી. કંડલા (એ.)માં
11.9 અને ભુજમાં 12.4 ડિગ્રીએ લઘુતમ પારો સ્થિર રહેતાં
રાત ઠરી હતી પણ 28થી 29 ડિગ્રી મહત્તમ તાપમાને ખાસ
કરીને બપોરના સમયે લોકોને ગરમ કપડાં પહેરવામાંથી મુક્તિ મળી હતી. હવામાન વિભાગે આગામી
સપ્તાહ દરમ્યાન વાતાવરણમાં કોઇ મોટો ફેરફાય થાય તેવી શક્યતાને નકારી છે.