મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 10 : કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના ઉપક્રમે કે.સી.આર.સી.
અંધજન મંડળ દ્વારા યોજાયેલા નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં 140 દર્દીની આંખની તપાસ
કરાઇ હતી. 50 દર્દીના ચશ્માના નંબરની તપાસ તથા 25 દર્દી માટે ઓપરેશન હેતુ ભુજ કે.સી.આર.સી.
હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઇ હતી. આ કેમ્પના ઉદ્ઘાટા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ
જણાવ્યું હતું કે, અંતરિયાળ?ગ્રામ્ય વિસ્તારોમાં આવા કેમ્પનાં આયોજન સાથે ઓપરેશન, સારવાર,
દવાની સુવિધા જરૂરતમંદો માટે આશીર્વાદરૂપ છે. તેમણે આવાં ઉમદા કાર્યમાં સહયોગી સેવાર્થીઓના
સહયોગની સરાહના કરી હતી. પાટીદાર સમાજના ઉપપ્રમુખ શંકરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે,
આંખની સાધારણ તકલીફ પણ ગંભીર રૂપ ધારણ કરી શકે છે જેથી આંખની તકેદારી માટે દરેકે જાગૃત
રહેવું જોઇએ. ખાનગી દવાખાનામાં મોટા ખર્ચ થતા હોવાથી નબળા વર્ગ માટે આવા કેમ્પથી આંખની
મોટી તકલીફો નિવારી શકાય છે. આ કેમ્પમાં આંખ રોગના નિષ્ણાત ડો. શુભમ રાવત, ડો. દમયંતીબેન
પટેલ, મ.નિ. દેવજીભાઇ?રબારીએ સેવા આપી હતી. યુવક મંડળના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઇ દિવાણી,
ગ્રા.વિ. મંડળના પ્રમુખ ભરતભાઇ સોમજિયાણીએ માર્ગદર્શન આપ્યું હતું. હંસરાજભાઇ?મુખી,
રતિલાલ સેંઘાણી, ગોરધનભાઇ રૂડાણી, સુરેશભાઇ કાનજિયાણી, ગોવિંદભાઇ?બળિયા, છગનલાલ આઇયા,
જયેશ કાનાણી, કાનજી બળિયા, ઘનશ્યામ નાયાણી, મનીષ સોમજિયાણી, મનોજ માનાણી, મોહનલાલ ધનાણી,
રાજેશ કાનજિયાણી, ઉત્તમ નાકરાણી, કવિતાબેન વાડિયા, રમેશ તેજાણી, છગનભાઇ?રૂડાણી, જશોદાબેન
વાડિયા સહયોગી રહ્યા હતા. સંચાલન તથા આભારવિધિ પ્રવીણભાઇ મુખીએ કરી હતી.