• શનિવાર, 28 ડિસેમ્બર, 2024

મુલુંડમાં કચ્છી સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન દ્વારા 43 ફ્લેટ સાથે પાર્વતી કુટિરનું નિર્માણ

મુંબઇ, તા. 26 : કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન મુંબઇ દ્વારા મુલુંડ ખાતે મહાસ્થાન દ્વારા નિર્માણ પામેલી પાર્વતી કુટિરની ઇમારતમાં જૂના 24 લાભાર્થીને ચાવી અર્પણ કરવામાં આવી હતી. 43 ફ્લેટ સાથેની ઇમારત તૈયાર થઇ હોવાની સામાન્ય સભામાં માહિતી આપવામાં આવી હતી અને આવનારા સમયમાં સારસ્વત વાડીનું નવનિર્માણ કરવા, નવા હોદ્દેદારોને પુન: ઘોષિત કરવામાં આવ્યા હતા. મહાસ્થાનના ટ્રસ્ટી સંજયભાઇ પંડયાએ પાર્વતી કુટિરનું નિર્માણ કાર્ય છ વર્ષ ચાલ્યું હોવાની વિગતો આપી રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ જૂના 24 ફ્લેટધારકને ફ્લેટની ચાવી શારદાબેન જોષી સહિતના દાતાઓના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. મંત્રી અમિત મૂળશંકર ધરાદેવે સારસ્વત વાડી નૂતનીકરણનો ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવને અરવિંદ હંસરાજ સાહેલે અનુમોદન આપ્યું હતું તેમજ નરેન્દ્ર લાલજી ધરાદેવે ટેકો જાહેર કર્યો હતો. અરવિંદભાઇએ વર્તમાન ટ્રસ્ટ બોર્ડ તથા કારોબારી સમિતિમાં કોઇપણ ફેરફાર કર્યા વગર યથાવત નિયુક્ત કરવાનો ઠરાવ રજૂ કરી અનુમોદન પણ આપ્યું હતું. વિદ્વત સમિતિના પ્રમુખ પંકજભાઇ રાડિયાએ ટેકો જાહેર કર્યો હતો. ચૂંટાયેલ ટ્રસ્ટ બોર્ડ તથા કારોબારી સમિતિને ઉપસ્થિત જ્ઞાતિજનોએ અભિનંદન આપ્યા હતા. મેનેજિંગ ટ્રસ્ટી રાહુલભાઇ સેથપારે બંને ઠરાવ જંગી બહુમતીએ પસાર કરવા બદલ જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો. પાર્વતી કુટિરના નવનિર્માણમાં મેનેજિંગ ટ્રસ્ટી રાહુલભાઇ, મેનેજિંગ ટ્રસ્ટીઓ દિનેશભાઇ, કમલભાઇએ ફાળો આપ્યો હતો. અન્ય ટ્રસ્ટીગણ, કારોબારીનો પણ સહકાર રહ્યો હતો. પાર્વતી કુટિરના રહેવાસીઓ, યુવક સંઘ મહિલા વિભાગ, વિદ્વત સમિતિ તથા સ્પોર્ટસ કમિટીના પદાધિકારીઓએ પ્રમુખ-ઉપપ્રમુખ તથા ટ્રસ્ટીઓનું બહુમાન કર્યું હતું. હંસરાજ જખુભાઇ તથા તેમના સાથીદારોએ પ્રમુખ, ઉપપ્રમુખ તથા ટ્રસ્ટીઓનું સન્માન કર્યું હતું. ગૌતમ શાત્રી, નરેન્દ્ર લાલજી ધરાદેવ, રમેશ રણછોડદાસ ધોલી, વિનોદ વિજયશંકર રાડિયા, જયશ્રીબેન ધોલી, મનીષ જેઠા, મનોજ ખિયરા વગેરે મહાનુભાવોએ ઉદબોધન દ્વારા ફાળો આપ્યો હતો. વ્યવસ્થા મંત્રી પરેશ હરિયામાણેક તથા રાજેશ ગાવડિયાએ સંભાળી હતી. સંચાલનની રૂપરેખા ટ્રસ્ટી વિમલાબેન ધરાદેવે તથા ધર્મિષ્ઠાબેન પંડયાએ આપી  હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd