• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

કે.કે. પટેલ હોસ્પિટલને `નાભ'નું પ્રમાણપત્ર

કેરા (તા. ભુજ), તા. 30 : આરોગ્ય ક્ષેત્રે વિવિધ મેડિકલ માપદંડ જાળવનાર હોસ્પિટલોને રાષ્ટ્રીય ગુણવત્તા નિરીક્ષક ઘટક બોર્ડ દ્વારા `નાભ'નું પ્રમાણપત્ર અપાય છે, જેને એન.એ.બી.એચ. કહે છે જે ભુજની કે.કે. હોસ્પિટલને પ્રાપ્ત થયું હતું. જિલ્લાની પ્રથમ ચેરિટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે જાણીતી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કે.કે. પટેલ હોસ્પિટલની વિવિધ સેવાઓની ગુણવત્તા, સાધનોની ઉપલબ્ધી, ઉપભોક્તાના હિતોની રક્ષા કરવા માટેની પ્રણાલિ આવા તમામ મુદ્દાઓનું નિરીક્ષણ કરવા ટીમ આવી હતી. હોસ્પિટલના સીઇઓ મેહુલ કાલાવાડિયાના જણાવ્યા મુજબ `નાભ' પ્રમાણિત થવાથી હવે આંતરરાષ્ટ્રીય વીમા કંપનીઓના માપદંડોમાં સમાવેશ થયો છે, તો કચ્છ સ્થિત વિવિધ ઉદ્યોગગૃહોના મેડિક્લેઇમ સહિતની કર્મચારીઓ માટેની પોલિસીઓમાં પણ `નાભ'નો આગ્રહ છે તે પૂરો થયો છે. ભારતમાં એન.એ.બી.એચ. પ્રમાણપત્ર બેન્ચમાર્ક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં `નાભ'ના વિવિધસ્તરના માપદંડો પૂર્ણ કરનાર અન્ય ખાનગી હોસ્પિટલો પણ છે, જેમાં કે.કે. પટેલ તમામ માપદંડ પૂર્ણ કરનાર હોસ્પિટલ બની છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang