• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

ગાંધીધામમાં શિક્ષણ જગતના ભીષ્મ પિતામહને વિદ્યાર્થીઓએ આપી અંજલિ

ગાંધીધામ, તા. 20 :  ગાંધીધામ સ્થિત ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પ્રમુખના નિધનથી સંસ્થા સંચાલિત તમામ શાળા અને કોલેજના 5000 જેટલા વિદ્યાર્થીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સદ્ગત રવિન્દ્રભાઈ પટેલ ઉર્ફે રાજાભાઈનું તાજેતરમાં નિધન થતાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. તેઓ છેલ્લા 42 વર્ષથી આ સંસ્થાના પ્રમુખ તરીકે કાર્યરત હતા. બે બાળમંદિર, બે પ્રાથમિક શાળા, ત્રણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા, કન્યા વિદ્યાલય અને એક કોલેજ આમ આઠ સંસ્થાના કુલ પાંચ હજાર વિદ્યાર્થીઓએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારોએ પ્રમુખ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ શિક્ષકો અને આચાર્યોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત અશોકભાઈ સચદે દ્વારા સંગીતમય પ્રાર્થનાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન યશેષભાઈ ધોળકિયાએ કર્યું હતું. શિક્ષણ જગતના એક ભીષ્મ પિતામહના નિધનથી ગાંધીધામના શિક્ષણ સંકુલને હંમેશા એમનો વિયોગ સાલશે, તેવો સૂર ઉપસ્થિતો દ્વારા વ્યક્ત કરાયો હતો. આ વેળાએ સંસ્થાના ઉપપ્રમુખ ગોરધનભાઈ પટેલ, રાજાભાઇના પુત્ર હાર્દિકભાઈ પટેલ, વૈભવીબેન પટેલ, શશીકાંતભાઈ પટેલ, કિશોરભાઈ મકવાણા, અરૂણભાઇ શાહ, દિનેશભાઈ પટેલ, પ્રેમચંદભાઈ મહેતા, ડો. નાયક, સતિષભાઈ અગ્રવાલ, રતિલાલભાઈ રાજદે તેમજ તમામ શાળાના આચાર્યો, શિક્ષકો, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang