મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 20 : અન્તરંગ કલા અને એજ્યુકેશન
વેલ્ફેર સોસાયટી રાજસ્થાન લલિત કલા અકાદમી-જયપુર દ્વારા ટોંક ખાતે 18મા આંતરરાષ્ટ્રીય
કલાપર્વ ક્રેયાંસમાં કલાકારો દ્વારા ત્રિદિવસીય કલાનો મહાકુંભ મેળો યોજાયો હતો, જેમાં
કચ્છના ચિત્રકારોને સન્માનિત કરાયા હતા. આ મેળામાં ભારતના 18 રાજ્ય, પાડોશી દેશ નેપાલ,
રૂસ અને સ્થળાંતર ટોંક મળીને કુલ 570 જેટલા ચિત્રકાર જોડાયા હતા, જેમાં આંતરરાષ્ટ્રીય
કલારત્ન, યુવા આઇકોન એવોર્ડ સાથે અનેક ઇનામો આપીને ચિત્રકારોને પ્રોત્સાહિત કરાયા હતા.
અંજારના ચિત્રકાર નાનજી એસ. રાઠોડ ઉપરાંત જિલ્લાના 13 ચિત્રકારે નામના મેળવી હતી. અંજારના
ભરતભાઇ રસીકલાલ જોગીને આંતરરાષ્ટ્રીય કલારત્ન એવોર્ડ, સિનુગ્રાના સલેમાન આમદ સિરાજ
રાષ્ટ્રીય કલારત્ન અને મંથન રાજેશભાઇ બુચિયા-ભુજને યૂથ આઇકોન એવોર્ડ, બલરામ કાનજી મહેશ્વરી-સિનુગ્રા
સાથે પાર્થકુમાર અરવિંદભાઇ મંગરિયા-બિદડા, સુલતાન સલેમાન સિરાજ-સિનુગ્રા, તનવીર હનીફભાઇ
શેખ-અંજારને શ્રેષ્ઠ કૃતિ સાન્તનુથી પ્રોત્સાહન સન્માન કરાયું હતું. દેવજી દાદુભાઇ
મહેશ્વરી-ગાંધીધામ, ખેંગાર યુ. મહેશ્વરી-સિનુગ્રા, દિલીપ વાઘેલા-દેશલપર (ગુંતલી), સવાભાઇ
દેવાભાઇ ધવલ દાત્રાણા વાગડનું બહુમાન કરાયું હતું. કચ્છના કલાકારોમાં અઢળક કલા છે,
તો કચ્છમાં કેટલીય હશે તે ગર્વની સાથે કલાપર્વ ક્રેયાંસના સંયોજક ડો. હનુમાનસિંહ ખરેડા,
નાનજી રાઠોડ, હરિસિંહ ભાટી, પુષ્પેન્દ્ર જૈન, મહેશ ગુજ્જર, પવન ટાંક, સહિસ્તા ખાન તથા
સમિતિએ સૌ કલાકારોને શુભેચ્છા પાઠવી હતી.