• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

નૈરોબીમાં ચોવીસીની ગરબા હરીફાઈમાં નારાણપરનાં મહિલાઓની કૃતિ પ્રથમ

કેરા, (તા.ભુજ), તા. 30 : નૈરોબીમાં નારાણપર ગામની મહિલાઓએ ચોવીસીની ગરબા હરીફાઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં સન્માન કરાયું હતું.  આયોજનની વિગતો આપતાં જાણીતાં મહિલા ઉદ્ઘોષક પ્રભાબેન કિશોરભાઈ વરસાણીએ જણાવ્યું હતું કે, સંગઠન સાથે સત્કાર્યોનાં માધ્યમ બનતાં આવાં આયોજનો વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિને સંકોરે છે. ચોવીસી ગામોના અવનવા ગરબા રાસની રમઝટ બોલી હતી અને સારી કૃતિઓ વચ્ચે હરિફાઈ જામી હતી.  વિજેતા થયેલ નારાણપર ગામની કૃતિમાં પ્રિયંકા જેન્તીલાલ સેંઘાણી, પૂજા શૈલેષ સેંઘાણી, શુશીલા ધીરેન સેંઘાણી, હર્ષિલા  હરજી વેકરિયા, મનીષા દેવેન્દ્ર વેકરિયા, હેન્સી યાજ્ઞિક  પિંડોરિયા, જાન્સી  અનિલ કેરાઈ, ખુશ્બૂ નિષ્યંત વાઘજિયાણી, દેવયાંગી નારણ સેંઘાણી,પ્રભા કિશોર વરસાણીએ કલાનાં કામણ પાથર્યાં હતાં. આયોજક ટ્રસ્ટના સભ્યોએ સહયોગ આપ્યો હતો. દર વર્ષે આવાં આયોજનો થાય એવા પ્રતિભાવ ખેલૈયાઓએ આપ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang