ગાંધીધામ,તા.11 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ
એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે કસ્ટમ્સ પ્રક્રિયાને સમજવા માટે સેમિનાર યોજાયો હતો. જેમાં
વિવિધ મુદે માર્ગદર્શન અપાયુ હતું. ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ કાર્યક્રમનું સંચાલન
કરતાં જણાવ્યું હતું કે, કસ્ટમ્સના નવ એસ.સી.એમ.ટી.આર. (સી કાર્ગો મેનિફેસ્ટ એન્ડ ટ્રાન્સ
શિપમેન્ટ રેગ્યુલેશન) ના મુખ્ય મુદ્દાઓ પૈકી નવા નિયમોનું મહત્વ, આંતરરાષ્ટ્રીય વેપારને
સરળ બનાવવો, કાર્ગો ટ્રેકીંગમાં સુધારો, પારદર્શિતા વધારવા અંગે મુખ્ય આવી રહેલ ફેરફારોને
સમજી તેની વેપાર પર પાડનાર વ્યાપક અસર અને અમલીકરણ યોજનાવન ધ્યાને લઈ ટ્રેડર્સના હિતમાં
આ સેમિનાર હાથ ધરાયો છે.વધુમાં તેમણે આ સેમિનાર દ્વારા કસ્ટમ્સ વિભાગ અને વેપારી વર્ગ
વચ્ચે સેતુ રચાયો છે. આ વેળાએ કંડલા બંદર પર
નોંધાયેલી કન્ટેનર હેન્ડાલિંગની વૃદ્ધિ અને વૈશ્વિક વેપાર સાથે જોડાણની વધતી તકો અંગે
ચર્ચા સાથે મુન્દ્રા-કંડલા વચ્ચે કન્ટેનર મૂવમેન્ટની
સરળ પ્રક્રિયા, ઈ-ડોક્યુમેન્ટેશન અને ડિજિટલાઈઝેશન જેવા મહત્વના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન
કેન્દ્રિત કરવામાં આવ્યુ હતું. કંડલા કસ્ટમ્સના આસિસ્ટન્ટ કમિશ્નર નરેન્દ્ર ચૌધરીની
ઉપસ્થિતીમાં એમ.સી.ડી કંડલાના સુપ્રિન્ટેન્ડન્ટ
જયેશ શર્મા,પી.ઓ રાજીવ યાદવ,સોફટવેર ટેક વિનોદ તુલસીયાણી ધ્વારા બંને બંદરો
વચ્ચે સરળ આયાત-નિકાસ પ્રક્રિયા,કોસ્ટલ કાર્ગો
માટેની જોગવાઈ માટે વિશેષ જોગવાઈઓ અને ટ્રાન્સશિપમેન્ટ
કન્ટેનર્સ માટે નવી વ્યવસ્થાઓ વિગેરે મુદે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. ચેમ્બરના ખજાનચી નરેન્દ્ર રામાણીએ જણાવ્યુ હતુ કે
એકિઝમ ટેડના 45 ટકાથી વધુનું સંચાલન કરે છે.
ત્યારે ચેમ્બરે એકિઝમ ટેડને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે કસ્મની પ્રક્રિયાઓને સમજીને તેનો લાભ લેવા જણાવ્યુ
હતું. ચર્ચા દરમ્યાન રજૂ થયેલા સૂચનો અને ભલામણોને આધારે વિસ્તૃત અહેવાલ કેન્દ્ર અને
રાજય સરકારને સુપ્રત કરવામાં આવશે. આ વેળાએ હરિશ્યામ હરિહરન, એબેઝ યેસુદાસ,સતિષભાઈ,
કેયુર ઠકકર,પીટર ચિકાલા,શરદ શેટ્ટી સહિતના હાજર રહયા હતા.