• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ભેદી તાવનાં કેન્દ્ર બિંદુ ભેખડા સહિતનાં ગામોમાં સફાઇ ઝુંબેશ

માતાના મઢ, તા. 18 : ભેદી તાવના કેન્દ્ર બિંદુ ગણાતા લખપત તાલુકાના ભેખડા ગામ જે મીંઢિયારી જૂથ ગ્રામ પંચાયત હસ્તક આવે છે, તેમાં છેલ્લા ચાર દિવસથી આ જૂથ ગ્રામ પં. હસ્તક આવતા ભેખડા, ચામરાઇ, છેલ્લાવાંઢ તેમજ મીંઢિયારી ગામે ગ્રા.પં. દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ છે. બાવળોની ઝાડીમાં વધેલા મચ્છરનો ઉપદ્રવ નાથવા જે.સી.બી.થી બાવળની સફાઇ કરવામાં આવી હતી. પાણીના ટાંકા, પાણી વિતરણના સમ્પ સહિતની સફાઇ કરવામાં આવી રહી છે, તેવું તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અને મીંઢિયારીના સરપંચ રમધાનભાઇ જતે જણાવ્યું હતું. દયાપર પાણી પુરવઠા વિભાગ દ્વારા તાલુકાની 33 જેટલી ગ્રામ પંચાયતોને લેખિત સૂચના આપી, પાણીના ટાંકા સફાઇ કરી સ્વચ્છતા જાળવવા કહ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang