• શનિવાર, 20 એપ્રિલ, 2024

ભાગવત એટલે વેદરૂપી કલ્પવૃક્ષનું દિવ્ય ફળ

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 26 : ભાગવત એટલે વેદોરૂપી કલ્પવૃક્ષનું દિવ્ય અને રસાત્મક ફળ. આ ગ્રંથનો નિયમિત પાઠ કરનારો માનવી મોક્ષનો અધિકારી બને છે એવો મત સોનલ શતાબ્દી મહોત્સવ વર્ષ અંતર્ગત હરિદ્વારમાં ભાગીરથીના તટ પર યોજાયેલી કથાના સમાપન સમારોહ વેળાએ વક્તા કશ્યપ શાત્રીએ જણાવ્યું હતું. સોનલમાએ માનવસમાજનાં કલ્યાણ માટે કરેલાં કાર્યોની યાદ અપાવી શક્તિની ભક્તિ કરવાથી જીવતરનો ફેરો સાર્થક થતો હોવાનું કહ્યું હતું. ભગવાનના વિવિધ અવતારોનાં વર્ણન, કથાના અન્ય ભક્તિભાવભર્યા પ્રસંગોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કથામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ભજન, દાંડિયારાસ, સમૂહ તર્પણવિધિ સહિતના પ્રસંગોની ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી. નાગેશ્વરીગિરિજી, કમળામાએ આશીર્વચન પાઠવ્યા હતા. અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવીએ આયોજનને અદકેરું લેખાવી કહ્યું કે, શાત્રો આપણને?ધર્મપંથ તરફ લઇ જાય છે. ધર્મને કેન્દ્રસ્થ રાખી સોનલમાએ ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય એકતાના વિકાસપંથમાં સમાજનું હિત સમાયેલું છે. ભજનિકો હરિભાઇ ગઢવી અને શ્યામભાઇ ગઢવીએ સંતવાણીના સૂર રેલાવ્યા હતા. નંદ મહોત્સવ વેળાએ રણવીરભાઇ ગઢવી અને કરસનભાઇ કારાણીએ કૃષ્ણ જન્મને વધાવવા સાથેના વિવિધ રાસનું ગાયન કરી શ્રોતાઓને કૃષ્ણભક્તિમાં લીન કર્યા હતા. વિશ્રામભાઇ ગઢવી, છાયાબેન ગઢવી, ડોસાભાઇ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્યો વિરમભાઇ ગઢવી (મંગરા), વિરમભાઇ ગઢવી (મોટા ભાડિયા), તા.પં. સદસ્ય ખીમરાજભાઇ ગઢવી, આગેવાનો વાલજીભાઇ ગઢવી, જાદવભાઇ ગઢવી, રમેશભાઇ પટેલ, વસંતભાઇ પટેલ, ભરતભાઇ સોની, ભરતભાઇ ગોસ્વામી, ગિરીશ આથા, ભીમશીબાપા, કવિ આલ સહિતના આગેવાનોને શાત્રીજીના હસ્તે સન્માનિત કરાયા હતા. ભગીરથ આયોજનને સફળ બનાવવા વાલજીભાઇ બાનાયત, વિરમભાઇ બાનાયત, ડાહ્યાભાઇ ગઢવી, શ્યામ શાત્રી, ધનાભા ગઢવી, નારાણભાઇ ગઢવી, માણશીભાઇ, વી. પી. ચારણ સહિત ક્ષત્રિય, સોની, લોહાણા સમાજના વિવિધ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન શ્યામ શાત્રી અને આભારવિધિ વીનેશ શાત્રીએ કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang