• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

માંડવીની સંસ્થાને ડાયાલિસીસ મશીન માટે દાતા દ્વારા 7.51 લાખનું દાન

માંડવી, તા. 12 : જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ, હોસ્પિસ એન્ડ ડાયાલિસીસ સેન્ટર - માંડવીને મૂળ માંડવી તાલુકાનાં ગઢશીશા ગામના હાલમાં મુંબઈ નિવાસી દાતા તરફથી ડાયાલિસીસનાં મશીન માટે રૂા. 7,51,000નું દાન તાજેતરમાં મુંબઈ ખાતે અપાયું હતું. સોસાયટીના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવી  મુંબઈ ગયા હતા, ત્યારે તેમને દાતા નીરાલિંકવાળા નવીનભાઈ ગડા, પુત્ર શ્રેણિકભાઈ તેમજ કઝિન અશિતભાઈ શાહે, ડાયાલિસીસનાં મશીન માટે દાન આપેલું હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરાવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, સલાહકાર નિવૃત્ત મામલતદાર વી. કે. સોલંકી તેમજ ટ્રસ્ટી મંડળ જોડાયા હતા. 

Panchang

dd