• મંગળવાર, 23 જુલાઈ, 2024

90 ટકાથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીને `જ્ઞાતિ ગૌરવ' નામક વિશેષ એવોર્ડ એનાયત

ભુજ, તા. 10 : અહીંના ટાઉનહોલ ખાતે જેઠી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિ તેમજ બ્રહ્મસમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા કારસેવક તરીકે અયોધ્યા રામમંદિર નિર્માણમાં સેવા આપનારા યુવાનો તેમજ સમાજ સેવાના કાર્યકર્તા તથા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એચ.એલ. અજાણી (ટ્રસ્ટી), મૂળશંકર જોષી (અધ્યક્ષ મોઢ બ્રાહ્મણ સમાજ),  આશિષ ત્રવાડી (મ.કા.મો. બ્રાહ્મણ સમાજ પ્રમુખ), અનિકભાઇ (યુવાપાંખ પ્રમુખ),  અરુણભાઇ જોશી (મોઢ બ્રાહ્મણ સમાજ પ્રમુખ), અનિલ છત્રાળા (ચેરમેન સેનિટેશન સમિતિ), રીટાબેન ભટ્ટ (પ્રમુખ બ્રહ્મસમાજ મહિલા પાંખ), કૃપાબેન નાકર (અધ્યક્ષ મહિલા પાંખ), ત્રિભુવનભાઇ જેઠીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રમુખ પુષ્કરરાય જેઠી અને મહિલા પાંખ પ્રમુખ નિધિબેન જેઠી અધ્યક્ષસ્થાને રહ્યા હતા. આ અવસરે 210 જેટલા વિદ્યાર્થીનું શૈક્ષણિક કિટ આપી સન્માન કરાયું હતું તેમજ એસ.એસ.સી. અને 1ર બોર્ડમાં 90 ટકાથી વધુ ગુણ મેળવનારા તાન્યા જેઠી તથા પાવની જેઠીને વિશેષ એવોર્ડ `જ્ઞાતિ ગૌરવ' સ્વ. ઘેલાભાઇ ત્રિકમજી જેઠી એવોર્ડ એનાયત કરાયો હતો. કારસેવક તરીકે સેવા આપનારા સ્વ. અજિત વી. જેઠી વતી પરિજનનું તથા ભરત જેઠીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે દાતાઓ કલ્પેશભાઇ જેઠી, જયેશભાઇ જેઠી, દક્ષાબેન જેઠી, સોનાબેન જેઠી, ભરતભાઇ જેઠી, રંજનાબેન જેઠી, ભગવતીભાઇ જેઠી, લતાબેન જેઠી, વૈશાલીબેન જેઠી તથા યજ્ઞેશ્વરી જેઠીનું સન્માન કરાયું હતું. આયોજનને સફળ બનાવવા રાજેશ જેઠી, જગદીશ જેઠી, હિમાંશુ જેઠી, ધર્મેન્દ્ર જેઠી, ભરત જેઠી, અતુલ જેઠી, જયેશ જેઠી, કિશોર જેઠી, સમીર જેઠી, મિતેશ જેઠી, પ્રિયા જેઠી, પૂનમ જેઠી તથા મહિલા મંડળ તેમજ કાર્યકરોએ જહેમત ઊઠાવી હતી. સંચાલન યજ્ઞેશ્વરીબેન, રીનાબેન અને વિપુલભાઇ દ્વારા કરાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang