• શનિવાર, 27 જુલાઈ, 2024

મુંદરા પોર્ટ પર ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધાઓ મળે

મુંદરા,  તા. 10 : હજ્જારોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપતા લગભગ 45 જેટલા યાર્ડના બનેલા અહીંનાં સંગઠન મુંદરા એમ્પ્ટી કન્ટેનર યાર્ડ એન્ડ એલાઇડ સર્વિસ પ્રોવાઈડર એસોસીએશન તથા અદાણી પોર્ટના વરિષ્ઠ અધિકારીઓની તાજેતરમાં મળેલી સંયુક્ત બેઠકમાં મુંદરા પોર્ટ પર સુવિધા વધારવા, બંને સંસ્થા સાથે મળીને ગ્રાહકોને સારી સગવડ આપવા તથા ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા. એમ્પ્ટી યાર્ડ એસો.ની યાદી મુજબ લોજિસ્ટિક ચેઇનની મહત્ત્વની કડી એવા મુંદરા અદાણી પોર્ટ તથા એમ્પ્ટી કન્ટેનર યાર્ડ એસો. વચ્ચે ઘણી મહત્ત્વની ચર્ચાઓ સંપન્ન થઈ હતી અને બંને દ્વારા મુંદરામાં કામ વધારવા તથા ગ્રાહકોને મળતી સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોર્ટ સંલગ્ન વ્યાપારની મહત્ત્વની સંસ્થા એવા એસોસીએશન અને મુંદરા અદાણી પોર્ટ વચ્ચે તાજેતરમાં વ્યાપાર તથા પોર્ટને લગતા પ્રશ્નો અંગે બેઠક મળી હતી, જેમાં ગ્રાહકોને સારી સુવિધા સાથે મુંદરા પોર્ટ પર સગવડો વધારવા તથા આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાને આવશ્યક ગણાવાયું હતું. એમ્પ્ટી યાર્ડ વતી હરશ્યામાસિંહ પરમારે સારી સગવડતા અને ઝડપી સેવા મળે બાબત જરૂરી ગણાવી હતી. અદાણી પોર્ટ વતી ઉપસ્થિત અધિકારી કૌતુકભાઇ શાહ અને કૌશિક જોશીએ બંને સંસ્થા સાથે મળીને ગ્રાહકોને વધુ સારી સુવિધા આપશે તથા પોર્ટ પર વેપાર સાથે સંકળાયેલા તમામ સાથે મળીને મુંદરાના વિકાસમાં સહભાગી થશે, એવો એક સૂરે વિશ્વાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 45થી વધુ યાર્ડના બનેલા સંગઠન દ્વારા 4600થી વધારે લોકોને રોજગાર મળે છે તથા 4000  જેટલી ટ્રકને પ્રતિદિન લોડિંગ-અનલોડિંગ સગવડતાઓ એમ્પ્ટી કન્ટેનર યાર્ડ દ્વારા પૂરી પાડવામાં આવે છે. બેઠકમાં એસોસીએશનના કિશોરાસિંહ પરમાર, ડોસાભાઇ ગઢવી, વાલજીભાઈ સુમાર, માણશી ગઢવી, હાર્દિક ઠક્કર, ચેતન કોટક, પ્રેમકુમાર કરકરે, ઉદય પતંગ રાવ, વિશાલ બિશન, આલાભાઇ ગઢવી, સામરાભાઈ ગઢવી, ધ્રબના સરપંચ અસલમભાઈ તુર્ક, નાના કપાયાના સરપંચ જખુભાઈ સોધમ, રણજિત પુન્ના પુલી વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભાવેન ઠક્કર દ્વારા કરાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang