ભુજ, તા. 15 : તાલુકાના બળદિયા ગામે 22 વર્ષીય હંસાબેન ભીમજીભાઇ કોલીએ
ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બળદિયામાં રહેતા હંસાબેન કોલીએ ગઇકાલે સાંજે કોઇ
અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતાં કેરામાં રહેતા તેના પિતા અરવિંદભાઇ જુસાભાઇ
કોલી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર
કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.