• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

વેસ્ટ ઇન્ડિઝ સુપર-8 રાઉન્ડમાં : નેપાળ સામે 9 વિકેટે વિજય

મુંબઈ, તા. 15 : જીતની હેટ્રિક સાથે વેસ્ટ ઇન્ડિઝ ટીમ ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં પહોંચી છે. ગ્રુપ સીની આજની મેચમાં નેપાળ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝનો 28 દડા બાકી રહેતા 9 વિકેટે સંગીન વિજય થયો હતો. વિન્ડિઝ તરફથી અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે 27 રનમાં 4 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે શે હોપે 61 રનની અણનમ કેપ્ટન ઇનિંગ રમી હતી. સતત ત્રણ વિજયથી વિન્ડિઝના 6 પોઇન્ટ થયા છે અને ગ્રુપ સીમાંથી અંતિમ-8માં પહોંચનારી પહેલી ટીમ બની છે જ્યારે નેપાળ ટીમ વિશ્વ કપની બહાર થઇ છે.  નેપાળના 20 ઓવરમાં 8 વિકેટે 133 રન થયા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 1પ.2 ઓવરમાં 1 વિકેટે 134 રન કર્યા હતા. વિન્ડિઝ કપ્તાન શે હોપે 44 દડામાં પ ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 61 રનની અને શિમરોન હેટમાયરે 32 દડામાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાથી 46 રનની ઇનિંગ રમી હતી. આ બન્ને અણનમ રહ્યા હતા. તેમના વચ્ચે બીજી વિકેટમાં પ9 દડામાં 91 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. નેપાળ તરફથી એકમાત્ર વિકેટ નંદન યાદવને નસીબ થઈ હતી. આ પહેલા નેપાળ તરફથી દીપેન્દર સિંહ એરીએ 47 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગા સાથે પ8 રનની ઇનિંગ રમી હતી. 8મા ક્રમના ખેલાડી સોમપાલી કામીએ 1પ દડામાં 4 ચોગ્ગાથી 26 રન કર્યા હતા. આથી નેપાળના 8 વિકેટે 133 રન થયા હતા. 

Panchang

dd