મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 15 : ઓલ ઇન્ડિયા
ઇન્ટર ઝોનલ ટૂર્નામેન્ટ બાદ ચારેય ઝોનમાં એક એક ટીમ બનાવી ચાર ટીમ વચ્ચે ભારતીય ક્રિકેટ
બોર્ડ દ્વારા VIZZY ટ્રોફી રમાડવામાં આવે છે, જેના કારણે વેસ્ટ ઝોનની ટીમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના
ચાર ખેલાડી પસંદ કરાયા છે, તેમાં કચ્છના બે ખેલાડી આદિત્યરાજ
યશવંતસિંહ રાઠોડ (મૂળ નખત્રાણા) અને લક્કીરાજ વાઘેલા (ભુજ)ની પસંદગી થઇ છે. એક માર્ચથી
ગોવા ખાતે શરૂ થતી આ સ્પર્ધાનો કેમ્પ સૌરાષ્ટ્ર યુનિ.ને જ સોંપવામાં આવ્યો છે. મોટી
વિરાણીના પ્રતિનિધિના અહેવાલ મુજબ નખત્રાણાના વર્ષોથી સ્પોર્ટસ કલબ સાથે જોડાયેલા ચંદનસિંહ
રાઠોડ (માજી સરપંચ-નખત્રાણા)ના ભત્રીજા એવા આદિત્યરાજ યશવંતસિંહ રાઠોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની
ટીમનો કેપ્ટન અને વેસ્ટ ઝોન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હાઇસ્ટેક વિકેટ ટેકર છે. તે બેસ્ટ
બોલર અને મેન ઓફ ધ સિરીઝ થયો છે. વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયામાં 36 વિકેટ લીધી છે. તો આદિત્ય રાઠોડની
નતૃત્વમાં સૌરાષ્ટ્ર યુનિ.ની ટીમે 14 મેચમાંથી સળંગ સાત મેચ અને અન્ય ચાર મેચ સાથે 11 વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો.
આદિત્યે રણજી ટ્રોફી અને ઇન્ટરનેશનલમાં ક્રિકેટ રમવાની તમન્ના દર્શાવી હતી. બીજીતરફ
લક્કીરાજ પણ પ્રભાવશાળી ઓલરાઉન્ડર છે.