• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

ભુજમાં યોજાયેલી ચેસ સ્પર્ધામાં 50 ખેલાડીએ ભાગ લીધો

ભુજ, તા. 15 : સક્સેસ ચેસ એકેડેમી ભુજ અને વડનગરા નાગર જ્ઞાતિ મંડળના સંયુકત ઉપક્રમે અંડર 11-17 અને ઓપન ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 50 જેટલા સ્પર્ધકે ભાગ લીધો હતો. ઉદ્ઘાટન વડનગરા નાગર જ્ઞાતિ મંડળના પ્રમુખ અતુલ મહેતાએ કર્યું હતું તેમણે કહ્યું હતું કે, વધુને વધુ ખેલાડીઓ ચેસની રમત સાથે જોડાય અને પોતાની અંદર રહેલું કૌવત બહાર કાઢે તેવું ભાર આપ્યો હતો. અંડર-11માં ઝાલા રિયાન્શીબા, યામી કોટક, ગોર તનય, પટેલ સાર્થ, નકલ રાઠી. અંડર-17માં ખૈર આયુષ, દિવ્યમ સોઢા, વિહાન જોશી, માંકૂડી નૈશા, જાઇત્યારાજસિંહ વાળા, જ્યારે ઓપન કેટેગરીમાં પુષ્પરાજસિંહ ઝાલા, દિનેશ ગોસ્વામી, જતિન પંડયા, શુભમ કાનાની, માંકુડી અંકુર જીત્યા હતા. અતુલભાઇ, પુનિત મારાજ, પરમાનંદ જોશી, ખીમજીભાઇ પરમાર, ચમનલાલ ભાભેરા, ભાર્ગવ ભટ્ટના હસ્તે ખેલાડીઓને ઇનામો અપાયાં હતાં. સંચાલન રીંકલ સંજય દાવડાએ કર્યું હતું. ચેકમેટ એકેડેમી મુંદરાના ધીરુભાઇ ચુડાસમાએ પણ સહયોગ આપ્યો હતો. 

Panchang

dd