ભુજ, તા. 15 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન
આયોજિત આંતર જિલ્લા જય હિન્દ ટ્રોફી ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની સુરેન્દ્રનગર
ખાતે રમાયેલી મેચમાં કે.સી.એ. ભુજ ટીમે જામનગર રૂરલ સામે 213 રનથી જીત સાથે નોકઆઉટ રાઉન્ડમાં
પ્રવેશ કર્યો છે. કચ્છે પ્રથમ બાટિંગ કરતા 90 ઓવરમાં સાત વિકેટે 411 રન કર્યા હતા, જેમાં ધ્રુવ ગોસ્વામીના શાનદાર 197 રન, પીયૂષ રાઠોડના
85 રન તેમજ હિરેન કેરાઈના 52 બોલમાં 45 રન અને પૂર્વ રાઠોડના 37 બોલમાં 39 રન મુખ્ય હતા. સ્મિત ભટ્ટે
5ાંચ વિકેટ લીધી હતી. બીજા દિવસે જામનગર
રૂરલ 90 ઓવરમાં 317 રને ઓલઆઉટ
થઈ હતી, જેમાં મયૂરાસિંહ રાઠોડના 79 રન અને કરણ લાગરિયાના 63 રન મુખ્ય હતા. કેસીએ ભુજ વતી
જયદીપ જોશીએ ધારદાર બાલિંગ કરતા છ વિકેટ લીધી હતી. અવનિશ કેરાઈને બે વિકેટ મળી હતી.
ઓલ આઉટ થતાં કચ્છને પ્રથમ ઇનિંગ્સમાં પૂર્ણ 94 રનની સરસાઈ મળી હતી. મેચના ત્રીજા દિવસે કેસીએ ભુજની ટીમએ તેના
બીજા દાવમાં 45 ઓવરમાં 247 રન કર્યા હતા. હિરેન કેરાઈ 93 રન અને ધ્રુવ ગોસ્વામીએ 92 રન કર્યા હતા. જામનગર રૂરલ તરફથી લેક જોશીએ ત્રણ વિકેટ લીધી
હતી. જામનગર 45 ઓવરમાં 342 રનનો લક્ષ્ય મળ્યો હતો. જામનગરની
ટીમ કચ્છની ધારદાર બાલિંગ સામે 25.2 ઓવરમાં જ
માત્ર 128 રનમાં ઓલ આઉટ થઈ જતાં કેસીએ
ભુજવતી કિશન વરસાણીએ ત્રણ વિકેટ, જયદીપ
જોશીએ બે વિકેટ અને આર્યન મલેક,અમરીશ કારા, અવનિશ કેરાઈ, પીયૂષ રાઠોડને એક-એક વિકેટ મળી હતી. કે.સી.એ.ના
હોદ્દેદારો તેમજ સિલેક્ટરોએ જીત બદલ ટીમને અભિનંદન પાઠવ્યાં. ટીમ સાથે કોચ મહેશ પંડયા
અને ટીમ મેનેજર તરીકે અમિત રાઠોડ જોડાયેલા છે.