• શુક્રવાર, 03 મે, 2024

લુડવામાં કૃષિ પરિસંવાદ અંતર્ગત ખેડૂતોને ઉપયોગી માહિતી અપાઈ

લુડવા (તા. માંડવી), તા. 19 : આર્યસમાજ લુડવા અમૃત મહોત્સવ અંતર્ગત અહીં `કૃષિ પરિસંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લુડવા તથા આજુબાજુના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કૃષિક્ષેત્રના વિવિધ વિષયો પર પ્રકાશ પાડવા વાડીલાલભાઈ પટેલ (ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી.), જીતેન્દ્રભાઈ વાળા, ડો. ભાવિનભાઈ તથા સેંધાભાઈ, પીયુષભાઈ સોમૈયા (પ્રોગ્રેસીવ જીવામૃત ટયુબ), પ્રકાશભાઈ રંગાણી જેવા કૃષિતજજ્ઞો ઉપસ્થિત રહી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. વાડીલાલ પટેલે ખેડૂતોને એપીએમસીમાં વેપાર કરવા માટે જાગૃત કર્યા હતા. જિતન્દ્રભાઈ વાળાએ આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવા જણાવ્યું હતું. પીયૂષભાઈ સોમૈયાએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોનું ધ્યાન દોર્યું હતું. પ્રકાશભાઈ રંગાણીએ  ડ્રોન સ્પ્રે વિશે માહિતી આપી હતી. ડો. ભાવિનભાઈએ આંબાની ખેતી વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ઉપસ્થિત કૃષિતજજ્ઞોનું સન્માન કરવામાં આવ્યું હતું. લુડવાના ખેડૂત અગ્રણીઓ જયંતીલાલ પોકાર, અમૃતલાલ રામાણી, સુભાષભાઈ પોકાર, ભગવાનજીભાઈ વેલાણી, વિઠ્ઠલભાઈ પોકાર, મણીલાલભાઈ ધોળુ ઉપસ્થિત રહ્યા હતા. આર્યસમાજના સભ્યો તથા પાટીદાર યુવક મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન સચિનભાઈ ધોળુએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang