• મંગળવાર, 25 જૂન, 2024

નગરપાલિકાઓની શાખાઓના વડાને થતી મુશ્કેલી અન્વયે આયોજન ઘડાયું

ભુજ, તા. 25 : શહેરના ટાઉનહોલમાં પ્રાદેશિક કમિશ્નર રાજકોટની લાઈવ વીડિયો કોન્ફરન્સથી હાજરી સાથે કચ્છની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને તમામ શાખાના બ્રાંચ હેડને સાથે રાખીને એકદિવસીય શિબિર યોજાયો હતો, જેમાં શાખાના અધ્યક્ષોને પડતી મુશ્કેલીઓ, ભવિષ્યનું આયોજન અને સૂચનોના સમૂહ ચર્ચા થઈ હતી. કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણા, ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજ, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સુનિલકુમાર સોલંકી તથા પદાધિકારીઓમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, મુંદરા નગરપાલિકાના પ્રમુખ કિશોરાસિંહ પરમાર, મુંદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન ડાયાલાલ આહીર, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, ગાંધીધામ નગરપાલિકાના ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર, માંડવી નગરપાલિકાના પ્રમુખ હેતલબેન સોનેજી, ઉપપ્રમુખ પ્રેમજીભાઈ કેરાઈ, કારોબારી ચેરમેન જીજ્ઞાબેન હોદાર વગેરેને નગરપાલિકાની તમામ શાખાઓના વડાઓએ તેમને પડતી મુશ્કેલીઓ અને સૂચનો અધિકારી તેમજ પદાધિકારીઓને કર્યા હતા જેના સુઝાવ તેમજ નિરાકરણો પદાધિકારી તેમજ અધિકારીઓએ આપ્યા હતા. વધુ માહિતી આપતાં ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ એક નવનીય પહેલ છે જેના કારણે અલગ અલગ નગરપાલિકાઓ સાથે મળીને સમીક્ષા કરે ત્યારે એકબીજા પાસેથી સુઝાવ, સૂચન અને પડતી મુશ્કેલીઓના નિરાકરણની આપ-લે થાય.  કાર્યક્રમનું સંચાલન ચીફ ઓફિસર એસ. ટી રામાનુજે કર્યું હતું, નગરપાલિકાની કાર્યપધ્ધતિનું પ્રેઝન્ટેશન મેનેજર કિશોરભાઈ શેખાએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang