• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

એમ.ડી.ની ફેકલ્ટીમાં પ્રથમ રહી ગોલ્ડ મેડલ મેળવતાં કચ્છને ગૌરવ

ભુજ, તા. 22 : કચ્છના ડો. કિંજલ આર. ગઢવીએ વડોદરામાં વર્ષ 2023માં એમ.ડી.ની અભ્યાસ ફક્લ્ટીમાં સૌથી વધુ ગુણ મેળવી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં તાજેતરના પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત થતાં કચ્છ તેમ ચારણ-ગઢવી સમાજ અને પરિવારને ગૌરવ અપાવ્યું છે. મૂળ કચ્છ-માંડવીના હાલ ભુજ રહેતા નિવૃત્ત ખાણ ખનિજ અધિકારી રાજેશ. એમ. ગઢવી તથા સુખપર કન્યા શાળા નં. બેના નિવૃત્ત શિક્ષિકા  અનિલાબેન આર. ગઢવીના પુત્રી ડો. કિંજલ આર. ગઢવી એમ.ડી. (કોમ્યુનિટી મેડિસિન) એન એમબીબીએસની ડિગ્રી ચાઈનાથી મેળવી હતી તથા એફએમજીઈની કઠિન પરીક્ષા પાસ કરી જીપીએસસી દ્વારા બે વર્ષ સુધી કેરા ખાતે પી.એચ.સી.માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ચાલુ નોકરીએ સુમનદીપ વિદ્યાપીઠ, વડોદરા મુકામે એડમિશન મળતાં અભ્યાસ અર્થે જઈને વર્ષ 2023માં એમ.ડી.ના અભ્યાસ ફેકલ્ટીમાં સૌથી વધુ ગુણ મેળવી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા યોજાયેલા ભવ્ય પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવતાં સમગ્ર ચારણ-ગઢવી સમાજ સહિત વડીલો, મિત્રો દ્વારા બહોળો પ્રતિસાદ આપી કચ્છનું તથા ચારણ-ગઢવી જ્ઞાતિનું ગૌરવ વધારતાં ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang