• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

બ્રિક્સમાં ભારતની નિકાસમાં જોરદાર તેજી !

નવી દિલ્હી, તા. 21 : ભારતની નિકાસ મુખ્ય બજારોમાં ઝડપથી વધી રહી છે. એપ્રિલ-ઓગસ્ટ 2026 - 27 દરમિયાન, ચાર મુખ્ય ઇછઈંઈજ અર્થતંત્રોને થતી નિકાસ 34 ટકા વધીને 19.9 અબજ ડોલર થઈ ગઈ છે. આ વધારામાં ચીન અને દક્ષિણ આફ્રિકા સૌથી આગળ રહ્યા. જાપાન, ઈટાલી અને દક્ષિણ કોરિયામાં પણ નિકાસવધારો નોંધાયો. ચાલુ નાણાકીય વર્ષ 2026 - 27ના પ્રથમ પાંચ મહિના (એપ્રિલ-ઓગસ્ટ) દરમિયાન ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા તેમજ ભારતની નિકાસ 34 ટકા વધીને 19.9 અબજ યુએસ ડોલર પર પહોંચી ગઈ છે. આ વધારામાં ચીનને મોકલવામાં આવતા સામાનમાં 39 ટકાની તેજીનો મુખ્ય ફાળો રહ્યો છે. આનાથી ભારતની નિકાસના વિસ્તરણ માટે બ્રિક્સ સમૂહના વધતા મહત્ત્વનો ખ્યાલ આવે છે. એક અધિકારીએ જણાવ્યું કે, ભારત જેમ-જેમ બ્રિક્સ સમૂહ સાથે પોતાની ભાગીદારી મજબૂત કરી રહ્યું છે, તેમ-તેમ સૌથી મજબૂત અસરો તેના સ્થાપક સભ્યો - ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા તરફથી જોવા મળી રહી છે. મૂળભૂત રીતે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાથી બનેલા બ્રિક્સનું વિસ્તરણ 2024માં ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને સાઉદી અરેબિયાને સામેલ કરીને કરવામાં આવ્યું હતું, જ્યારે ઇન્ડોનેશિયા 2025માં તેમાં જોડાયું હતું. આ સિવાય બેલારૂસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજીરિયા, થાઇલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ ગત વર્ષે બ્રિક્સના ભાગીદાર દેશો બન્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd