• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

અડવાણી, જયશંકર, સિબલને SIRની નોટિસ

નવી દિલ્હી, તા. 20 : ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણાની એસઆઇઆરની કવાયત દરમ્યાન શાસક પક્ષના અને વિપક્ષના સંખ્યાબંધ નેતાઓને નોટિસ આપવામાં આવી છે. મોટેભાગે નામોમાં વિસંગતતા જેવી ભૂલોને લઇને ચૂંટણીપંચ દ્વારા ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, વિદેશમંત્રી એસ. જયશંકર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલ સહિતના અગ્રણીઓ પાસે પુછાણું લેવામાં આવ્યું છે. મતદાર યાદીની એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન જારી કરાયેલી નોટિસની યાદીમાં ઘણા અગ્રણી નામો સામે આવ્યાં છે. એક મીડિયાના અહેવાલ મુજબ, પૂર્વ નાયબ વડાપ્રધાન  અડવાણીએસ. જયશંકર અને ચૂંટણી કમિશનર એસએસ સંધુનો અને વિદેશ સચિવ વિક્રમ મિસરીનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કપિલ સિબલ, અભિષેક મનુ સિંઘવીનાં  નામ પણ સામેલ છે. આ વ્યક્તિઓને મતદારયાદીના રેકર્ડની ચકાસણી જોડણી ભૂલો માટે અલગ અલગ કેસોમાં નોટિસ મોકલવામાં આવી છે. નોટિસને લઇને સિબલે નારાજી દર્શાવી હતી. સંધુના કિસ્સામાં, મતદાર રેકર્ડમાં તેમનાં નામની જોડણીમાં વિસંગતતા જોવા મળી હતી. વિદેશમંત્રી જયશંકર અને તેમની પત્ની કેએસ જયશંકરનાં નામ પણ નોટિસ યાદીમાં છે. સિબલ , વિક્રમ મિસરીનાં નામ અગાઉના એસઆઈઆર રેકર્ડ સાથે મેળ ખાતા નથી, તેથી તેમને નોટિસ જારી કરવામાં આવી છે. આ યાદીમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરાવિંદ કેજરીવાલ અને તેમના પરિવારના કેટલાક સભ્યોનાં નામ પણ શામેલ છે. લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણીનું નામ પણ યાદીમાં છે.  નોટિસ જારી કરવાનો અર્થ એ નથી કે વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે.  દરમ્યાન એક અહેવાલ મુજબ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પણ એસઆઇઆર મુદ્દે નોટિસ મળી હતી અને ગણતરીની મિનિટોમાં ખરાઇ થઇ ગઇ હતી. ચૂંટણી પંચે સીબીઆઈના ડાયરેક્ટર પ્રવિણ સૂદ અને તેમના પરિવાર, પૂર્વ સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેમના પત્ની, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના દેસાઈ, આપ નેતા મનીષ સિસોદિયાને પણ એસઆઈઆર અંગે નોટિસ આપી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd