નવી દિલ્હી, તા. 5 : વર્લ્ડ ગોલ્ડ
કાઉન્સિલના હાલના રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે કે, આગામી દિવસોમાં સોનાની કિંમતમાં તીવ્ર ઘટાડો
જોવા મળી શકે છે. જો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું રૂા. 3,857 પ્રતિ ઔંસના સપોર્ટ લેવલને
તોડે છે, તો તેમાં એક મોટું કરેક્શન આવી શકે છે. રિપોર્ટ
જાહેર થતા સમયે સોનું લગભગ રૂા. 4,063.80 (386,833.12 રૂપિયા) પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. આ ઘટાડામાં સોનાનું
આગલું મોટું સપોર્ટ લેવલ રૂા. 3,500 પ્રતિ ઔંસ
રહેશે, જે જાન્યુઆરી 2026ના પોતાના ઓલટાઈમ હાઈથી લગભગ
37 ટકા સુધીની ભારે ઘટાડો દર્શાવે
છે. આનો અર્થ એ છે કે જાન્યુઆરીના ઉચ્ચ સ્તરથી સોનું 37 ટકા સુધી સસ્તું થઈ શકે છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પણ પડશે અને સોનાની
કિંમતોમાં તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર,
સોનાનો ભાવ હજુ એક સીમિત દાયરામાં કારોબાર કરી રહ્યો છે, પરંતુ ટેકનિકલ ચાર્ટ એક મહત્ત્વપૂર્ણ લેવલ બતાવી રહ્યો છે. જો સોનું રૂા. 3,943 પ્રતિ ઔંસથી નીચે આવે છે, તો ઘટાડાનો નવો દોર શરૂ થઈ શકે છે. આ પછી નેક્સ્ટ
સપોર્ટ રૂા. 3,857થી રૂા. 3,887 પ્રતિ ઔંસ વચ્ચે રહેશે. જો
રૂા. 3,887નું લેવલ પણ તૂટે, તો સોનું સીધું રૂા. 3,500 પ્રતિ ઔંસ પર આવી જશે. બુધવારે
એમસીએક્સ (ખઈડ) પર સોનાની કિંમતમાં રૂા. 1,100નો વધારો થયો છે અને તે વધીને રૂા. 1,45,393 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે
ચાંદીની કિંમતમાં રૂા. 2,400નો વધારો
થઈને રૂા. 2,24,065 પ્રતિ કિલો થઈ ગઈ છે. સોના-ચાંદીના
ભાવમાં આ તેજી એક અઠવાડિયાની મોટી ઘટાડા બાદ આવી છે,
જે બજાર માટે રાહતના સમાચાર છે.
WGCનું માનવું છે કે, જો જાપાનીઝ યેનમાં મજબૂતી જળવાઈ રહે અને તેના
મુકાબલે અમેરિકી ડોલર નબળો પડે છે, તો સોનાની કિંમતોને નીચલા
સ્તરો એક સપોર્ટ મળી શકે છે. આ ઉપરાંત, અમેરિકા-ઇરાન યુદ્ધની
સ્થિતિ પણ સોનાની કિંમત પર પોતાની અસર પાડી શકે છે, જેના કારણે
રોકાણકારોએ બજારની હલચલ પર નજર રાખવી પડશે.