• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

મોદીનો વીડિયો હટાવવા મુદ્દે મેટાએ માફી માગી

નવી દિલ્હી, તા. 5 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો પાંચ કલાક માટે હટાવવાના વિવાદમાં આખરે મેટાએ માફી માગી છે. સરકાર તરફથી માફી માગવાનાં આખરીનામાને પગલે મેટાના અધિકારીઓ આજે ભારતીય અધિકારીઓ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા અને માફી માગતાં સ્પષ્ટ કર્યું હતું કે, ભૂલ થઈ ગઈ છે. આ પહેલાં ડીપફેક અને બાળ જાતીય શોષણ સામગ્રી મામલામાં ખુદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે માફી માગી હતી. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયાની લોકપ્રિય સાઈટ્સ ચલાવનારી કંપની મેટાના ચીફ ગ્લોબરલ અધિકારી જોએલ કૈપલાને દિવસ દરમ્યાન યોજાયેલી એક બેઠકમાં કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે માફી માગી હતી. મેટાના એક નિવેદનમાં કૈપલાનને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, મેં પીએમ મોદીની પોસ્ટ રોકવામાં થયેલી ભૂલ માટે મેટા તરફથી મંત્રીથી માફી માગી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપના સાંસદ અને આઈટી અંગેની સંસદીય સમિતિના વડા નિશિકાંત દૂબેએ અમેરિકન કંપનીના વડા માર્ક ઝુકરબર્ગને ત્રણ દિવસની અંદર માફી માગવા જણાવ્યું હતું અને તેમ ન થાય, તો મેટાને મળતી સુરક્ષા અને કાનૂની છૂટ પાછી ખેંચી લેવાની ચેતવણી આપી હતી. કેન્દ્ર સરકારે 28 જુલાઈના પીએમ મોદીની પોસ્ટ બાદ મેટાના ઉચ્ચ ગ્લોબલ અધિકારીઓને બોલાવ્યા હતા. પોતાની પોસ્ટમાં મોદીએ ભારતના યુવાઓને સંબોધિત કર્યા હતા અને પેપર લીક વિરુદ્ધ કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. આ પોસ્ટને પ્લેટફોર્મ પરથી થોડા સમય માટે હટાવી લેવાઈ હતી. દૂબેએ જણાવ્યું હતું કે, આ પોસ્ટ રાત્રિના 12:30થી સવારે 5:30 સુધી ઉપલબ્ધ ન હતી. બેઠકમાં મેટાએ સ્વીકાર્યું હતું કે, અમુક ચોક્કસ પ્રકારનાં કન્ટેન્ટ પણ પ્રમોટ થયું હતું. જોકે, સૂત્રોએ એ સ્પષ્ટ કર્યું ન હતું કે, ક્યા પ્રકારનાં કન્ટેન્ટની વાત કરવામાં આવી હતી. દરમ્યાન મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણ સંબંધિત સામગ્રી, ડીપફેક કન્ટેન્ટ અને કામગીરીમાં રહેલી ખામીઓ અંગે નારાજગી વ્યક્ત કરતાં ભારત સરકારે ત્રણ દિવસનું આખરીનામું આપ્યા બાદ સરકારની માફી માગી હતી. એક મીડિયા હેવાલ મુજબ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ડીપફેક મામલે મેટાથી નારાજ સરકારની સંસદીય સમિતિએ ત્રણ દિવસની અંદર બિનશરતી માફી માગવાની માગણી કરી હતી.

Panchang

dd