• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

`હસીનાના કાર્યક્રમ સાથે સંબંધ નહીં'

નવી દિલ્હી, તા. 4 : ભારત સરકારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના બુધવારના પ્રસ્તાવિત મીડિયા કાર્યક્રમ અંગે બાંગ્લાદેશે ભારત સમક્ષ ચિંતા વ્યક્ત કર્યા બાદ વિદેશ મંત્રાલયે વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, સરકારનો આ કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી તથા કોઈ પણ વિચારોને સરકારનું સમર્થન નથી. એક મીડિયા હેવાલ મુજબ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ એક ખાનગી મીડિયા સંગઠન દ્વારા આયોજિત કરાયો છે. સરકારનો તેની સાથે કોઈ સંબંધ નથી કે આ પ્લેટફોર્મ પર વ્યક્ત કરાયેલા વિચારોને સમર્થન આપતી નથી. અહેવાલ અનુસાર, શેખ હસીના આવતીકાલે 5 ઓગસ્ટના નવી દિલ્હીમાં ફોરેન કોરસ્પોન્ડન્ટસ ક્લબ ઓફ સાઉથ એશિયાને વર્ચ્યુઅલી સંબોધિત કરવાના છે. જયસ્વાલે વધુમાં કહ્યું હતું કે, ફેબ્રુઆરી 2026માં પદ સંભાળ્યા પછી બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને ભારતની દ્વિપક્ષીય મુલાકાત માટે ઔપચારિક આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે બાંગ્લાદેશે ભારત સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે તાજેતરમાં સુધરેલા સંબંધોને આ કાર્યક્રમ અસર કરી શકે છે. નોંધનીય છે કે, પાંચ ઓગસ્ટના હસીનાના કાર્યક્રમ વિશે સોમવારે યોજાયેલી બેઠકમાં પણ ચચ કરાઈ હતી. બાંગ્લાદેશના વિદેશ સલાહકાર હુમાયુ કબીર અને ઢાકામાં ભારતના નવા હાઈ કમિશનર દિનેશ ત્રિવેદી વચ્ચેની બેઠક દરમિયાન આ બાબતે ચર્ચા થઈ હતી.

Panchang

dd