• બુધવાર, 13 મે, 2026

હીટવેવ અને ચોમાસા મુદ્દે કેન્દ્ર સરકાર એલર્ટ

નવી દિલ્હી, તા. 11 : દેશભરમાં વધી રહેલી ગરમી અને લૂ તેમજ ચોમાસા પહેલા પૂરના જોખમને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ જ કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી હતી. આ દરમિયાન અધિકારીઓને જરૂરી નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા. સરકારી નિવેદન અનુસાર અમિત શાહે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં સ્થિત 30 અત્યંત જોખમી તળાવ માટે એનડીએમએના સહયોગથી પૂર્વ ચેતવણી પ્રણાલી વિકસિત કરવાની યોજનામાં ઓછામાં ઓછા 60 તળાવને સામેલ કરવા જોઈએ. અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય બન્ને સ્તરે પૂરના પૂર્વાનુમાન માટે એક એકિકૃત પ્રણાલી હોવી જોઈએ.

Panchang

dd