ચંડીગઢ, તા. 19 : પંજાબના મોહાલીમાં નવા એરપોર્ટ
ચોક પાસે લાંબા સમયથી આમરણ ધરણા કરી રહેલા કિસાન નેતા જગજીતસિંહ ડલ્લેવાલ તેમજ અન્ય
કેટલાક કિસાન નેતાઓને પંજાબ પોલીસે અટકાયતમાં લીધા છે. ડલ્લેવાલ ઉપરાંત સરવનસિંહ પંધેર, અભિમન્યુ કોહાડ, કાકાસિંહ
કોટડા અને અન્ય નેતાઓ પણ હિરાસતમાં લેવાયા છે. સરકારે શંભૂ અને ખનૌરી બોર્ડરને ખાલી કરવાની રણનીતિ બનાવી છે. જેના હેઠળ આ કાર્યવાહી
કરવામાં આવી છે. આ તમામ નેતાઓ કિસાનોની માગ મુદ્દે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે.