• ગુરુવાર, 20 માર્ચ, 2025

સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર

નવી દિલ્હી, તા. 7 : ભારતીય સૈન્યએ દેશની સુરક્ષા માટે પડકારરૂપ બની શકે તેવી ગતિવિધિને નાથવામાં મોટી સફળતા મેળવતાં પાકિસ્તાની સેનાના ત્રણ સૈનિક સહિત સાત પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કરી દીધા હતા. અહેવાલ અનુસાર ગત ચોથી ફેબ્રુઆરીની રાત્રે કાશ્મીરના પૂંચ જિલ્લામાં કૃષ્ણા ઘાટી નજીક અંકુશરેખાએથી પાક તરફથી કરાયેલા ઘૂસણખોરીના નાપાક પ્રયાસને સેનાએ નાકામ કર્યો હતો. મળતી માહિતી મુજબ ભારતીય સેનાની ફોરવર્ડ પોસ્ટ પર હુમલો કરવાનો કારસો ઘડાયો હતો, જેની બાતમી ભારતીય સેનાને મળી હતી. બાતમી મળતાંની સાથે જ સેનાએ પહેલાં જ હુમલો કરી દીધો હતો. બીજી તરફ એક અહેવાલ અનુસાર ઘર્ષણની આ ઘટનામાં પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા, તેવું જાણવા મળ્યું હતું. તો અમુક મીડિયા અહેવાલ મુજબ પૂંચ જિલ્લાના બદલ સેકટરમાં સુરંગ વિસ્ફોટમાં પાંચ પાકિસ્તાની આતંકી માર્યા ગયા હતા.માર્યા ગયેલામાંથી આતંકવાદીઓ અલબદ્ર જૂથના સભ્યો હોઈ શકે છે. આ ઘૂસણખોરીનો પ્રયાસ પાક તરફથી કરાયો તેના એક દિવસ પહેલાં પાક વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે વાતચીત દ્વારા કાશ્મીર સહિત પ્રશ્નો ઉકેલવા તૈયારી બતાવી હતી. તો અમુક મીડિયા અહેવાલ મુજબ પૂંચ જિલ્લાના બટ્ટલ સેક્ટરમાં સુરંગ વિસ્ફોટમાં પાંચ પાકિસ્તાની આતંકી માર્યા ગયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd