• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

ટહુકે ગુજરાત, ગર્જે ગુજરાત

અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ-યાયાવર પક્ષીઓ માટે વધુ સુરક્ષિત બન્યું છે. વન્યજીવ વસતી અંદાજ-ગણતરી મુજબ વર્ષ 2023માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે 21 પ્રજાતિની અંદાજિત 9.53 લાખથી વધુ વસતી નોંધાઈ છે. જ્યારે ચાલુ વર્ષે 2024માં રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં  અંદાજે 18થી 20 લાખ યાયાવર પક્ષી નોંધાયાં છે, એટલે કે તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. વર્ષ 2010માં થોર પક્ષી અભયારણ્યમાં 31,380 પક્ષીનું આગમન થયું હતું, જે વર્ષ 2024માં વધીને 1.11 લાખથી વધુ યાયાવર પક્ષીનું આગમન થયું છે, જ્યારે નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ 2010માં 1.31 લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયાં હતાં, જ્યારે વર્ષ 2024માં 3.62 લાખથી વધુ પક્ષી નોંધાયાં છે. છેલ્લાં 14 વર્ષમાં થોર અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળપ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનો અનુક્રમે 355 અને 276 ટકાનો વધારો નોંધાયો છે. જેના પરિણામે ગુજરાત પક્ષી જીવન માટે સ્વર્ગ તરીકે ઊભરી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લી વર્ષ 2020ની ગણતરી મુજબ એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ, વર્ષ 2024માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ 680 જેટલી ડોલ્ફિન તેમજ 7,672 જેટલા ઘુડખરની વસતી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.  અહીં નોંધવું ઘટે કે, કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રિડિંગ સેન્ટર તૈયાર કરવા મંજૂરી મળી છે. આ બ્રિડિંગ સેન્ટર સંબંધિત વિવિધ પાસાઓના અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા ગુજરાતના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝિટ કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd